Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ સરકારી વિનયન કોલેજની વિદ્યાર્થીની એ રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ગૌરવ વધાર્યું

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ ની વિદ્યાર્થીની મહિલા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી વાંકલ કોલેજ પોતાનું નામ રોશન કરી સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું.

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિકોલ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય બોક્સિંગ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય બોક્સિંગ ચેમ્પિયનશીપ મહિલા સિનિયર યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બોક્સરોએ ભાગ લીધો હતો. જેમા વાંકલની અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આકાંક્ષા જયેશભાઈ ચૌધરી એ 46 થી 48 વેઇટ ગ્રુપમાં બે મેચ જીતી ફાઇનલમાં પ્રવેશી હતી અને ફાઇનલ રાઉન્ડમાં રનર્સ અપ બની સિલ્વર મેડલ તથા સર્ટીફીકેટ પ્રાપ્ત કરી વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે તેમની આ ઉત્કૃષ્ઠ સિદ્ધિ બદલ વિદ્યાર્થીનીને તથા તેમના કોચ પ્રા.વિજયભાઈ દવે ને કોલેજ આચાર્ય ડો.દીપકભાઈ ચૌધરી તથા સમગ્ર કોલેજ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે EXPERIENTIAL LEARNING ACTIVITY (Sandwich and Frankie making ) યોજાઇ.

ProudOfGujarat

ધો.10 અને 12 ની બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, જાણો ક્યારથી લેવાશે પરીક્ષા

ProudOfGujarat

ઝાડેશ્વર ના રહેવાસી ના સોના ચાંદીના દાગીના સહિત અગત્યના ડોક્યુમેન્ટસ ગણતરીની કલાકોમાં શોધી મૂળ માલિકને તેમની વસ્તુઓ સુપ્રત કરતું સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!