Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના નાની ફળી ગામે દીપડાએ રોટવેટર પાલતુ શ્વાનનો શિકાર કર્યો

Share

માંગરોળ તાલુકાના નાની ફળી ગામે દીપડાએ ખેતરમાં રહેતા ખેડૂતના રોટ વેટર પાલતુ શ્વાનનો શિકાર કરતા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગ સમક્ષ દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની માંગ થઈ હતી. નાની ફળી ગામની સીમમાં બ્લોક નંબર 99 વાળી ખેતીની જમીનમાં હાલ ખેતી કરતા ભરતભાઈ ભગવાનભાઈ પટેલ ખેતરમાં રૂમ બનાવીને રહે છે તેમણે બે રોટવેટર જાતિના પાલતુ શ્વાન તેમની સાથે રાખેલ હતા જેમાં એક શ્વાન પર ત્રણ દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો અને ઇજા થતા તેનું મોત થયું હતું જ્યારે બીજા પાલતુ શ્વાનનો શુક્રવારે વહેલી સવારે દીપડાએ શિકાર કર્યો હતો અને ત્યારબાદ દીપડો શ્વાનને લઈને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો ખેડૂતે આ ઘટના અંગે ગ્રામ પંચાયતને જાણ કરી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતે વાંકલ વન વિભાગ રેન્જ કચેરી સમક્ષ દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની માંગ કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

દહેજ ની ફિલાટેક્ષ કંપનીનાં રૂ.24 લાખનાં યાર્નની ચોરીનો ભેદ ઉકેલતી દહેજ અને એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

મનરેગા કૌભાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ, 15થી વધુના નિવેદનો લેવાયાં

ProudOfGujarat

ભરૂચમાં શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્લાસ્ટીક સર્જરી કેમ્પ તા.૨૫ અને 26 ફેબ્રુઆરી એ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!