Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ ઉમરપાડાની મુલાકાત લીધી

Share

સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અદાણી ફાઉન્ડેશન વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યું છે. ખાસ કરીને મહિલા, ખેડૂત, વાંસના કલાકાર કોટવાળિયા પરિવારની સાથે આઠ સરકારી શાળાના ૧૫૦૦થી વધુ બાળકો માટે કાર્યરત છે. મહિલા સ્વસહાય જૂથ, ખેડૂતના સંગઠન અને કોટવાળિયા પરિવારને મળવા નિવૃત સનદી અધિકારી અને અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઈએએસ વસંત ગઢવી ઉમરપાડા આવ્યા હતા. આદિવાસી પરિવાર સાથે બેસીને એમણે ભોજન પણ લીધું અને કોટવાળિયા સહિત આદિવાસીના ઘરની મુલાકાત લઈને અદાણી ફાઉન્ડેશનના ચાલી રહેલા કામ ઉપરાંત આ વિસ્તારના આદિવાસી પરિવારના ઉત્થાન અને વિકાસ માટે ભવિષ્યમાં થઈ શકે એવા અનેક કામોના સૂચન એમણે કર્યા હતા.

અદાણી ફાઉન્ડેશન ઉમરપાડા વિસ્તારમાં ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત સાત સરકારી પ્રાથમિક શાળાના લગભગ ૧૫૦૦ જેટલા બાળકોના શિક્ષણમાં મદદરૂપ થાય છે. કોટવાળિયા સમુદાયના લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપી લગભગ ૭૫ જેટલા બામ્બુ આર્ટીઝન્સને આર્ટીઝન કાર્ડ બનાવડાવી આપ્યા. સાથે જ અન્ય સરકારી યોજનાઓ વિષે માહિતગાર કરી લાભ અપાવવા માટે કાર્યરત છે. આદિવાસી વિસ્તારની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે પગભર થાય તે માટે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા એન.આર.એલ.એમ (NRLM) અંતર્ગત ૧૫ જેટલા સ્વસહાય જૂથોનું બનવડાવ્યા જેમાં ૧૬૫ આદિવાસી મહિલાઓ જોડાયેલ છે. આ મહિલાઓને વ્યવસાય કરવા પ્રોત્સાહિત કરવા માટે આર.સે.ટી (RSETI) તેમજ અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા વિવિધ તાલીમો તેમજ પ્રેરણા પ્રવાસનું આયોજન થાય છે. આ મહિલાઓ અથાણાં, પાપડ, મસાલા બનાવીને વેચીને આવક મેળવતી થઈ છે.

Advertisement

નજીકના ગામોના ખેડૂતોને સાથે મળીને પ્રાકૃતિક ખેતી કરે અને દરેક ખેડૂતને તેમના પાકની યોગ્ય કિમત મળે તે આશયથી “ઝૂમાવાડી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ” ના નામે સંગઠન રજીસ્ટર કરવા માટે તૈયારી થઈ છે. આ આદિવાસી ખેડૂતો મળીને એક “ખેડૂત ઉત્પાદક સંગઠન” (FPO) તરીકે કાર્ય કરશે. આ ચર્ચા આદિવાસી ખેડૂતોએ અદાણી ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી શ્રી વસંત ગઢવી અને સીએસઆર હેડ પંક્તિબેન શાહ સાથે ઉમરપાડાના ઝુમાવાડી ગામના ફુલસિંગભાઇ ઓલિયાભાઈ વસાવાના ઘરે મળીને કરી હતી. ઘાણાવડના ઓરી ફળીયામાં આવેલા સંગીતાબેન કાંતિલાલભાઈ વસાવાના ઘરે ભેગી થયેલી સ્વસહાય જૂથની બહેનો અદાણી ફાઉન્ડેશન સાથે જોડાયા પહેલા માત્ર ઘરકામ કરતાં હતા હવે આવક મેળવતા થયા છે. આ બહેનોને જોઈને બીજી પણ અનેક બહેનો તાલીમ લઈને જીવનમાં કઈ કરવા માંગે છે. શ્રી વસંત ગઢવીએ આ બહેનોના હાથે બનાવેલા પરંપરાગત આદિવાસી ભોજન જમ્યા હતા.

આદિવાસીઓ પૈકી આદિમજૂથમાં આવતા અને માત્ર વાંસકળા જાણતા કોટવાળિયાઓની સાદડાપાણ ગામે આવેલી વસાહતમાં અનિલભાઈ રામાભાઈના મકાનમાં વાંસકામ કરતી બહેનોને મળીને એમના જીવન, શિક્ષણ, આજીવિકા સહિતની વાતો સાંભળીને આ કોટવાળિયા પરિવારને વાંસ અને એ સિવાયના વ્યવસાયમાં કઈ રીતે જોડી શકાય એના આયોજનની ચર્ચા પણ થઈ હતી. ઉમરપાડા તાલુકાના આદિવાસીઓને મળીને શ્રી વસંત ગઢવીએ સૂચન કર્યું હતું કે આ વિસ્તારમાં ઘણું કામ થઈ શકે છે અને કરવા જેવુ છે, એ માટે લાંબાગાળાનું આયોજન ફાઉન્ડેશનની ટીમ કરશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં અંતરિયાળ ગામોમાં પણ કોરોનાએ દીધી દસ્તક : ત્રણ કોરોના કેસ પોઝિટિવ.

ProudOfGujarat

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેના જીતાલી ગામે  ટેન્કર સાથે વીજવાયરો ભેરવાતા વીજ થાંભલો એક યુવક પર પડયો: યુવકનું કરૂણ મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!