Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : ઝંખવાવ ગામમાં ગોદળા-તકીયા-ગાદલાં બનાવતા સેવાભાવી યુવકે બે હજાર માસ્ક તૈયાર કરી જાહેર જનતાને વિતરણ કર્યું.

Share

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં સેવાભાવી યુવા કાર્યકર મુસ્તાકભાઈ પીંજારાએ સ્વખર્ચે ઝંખવાવ ગામનાં નાગરિકોને માસ્કનું વિતરણ કરી કોરોના વાઇરસથી બચવા અંગેનાં ઉપાયો દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. કોરોના વાઇરસને અટકાવવા સરકાર ગંભીરતાથી પગલાં ભરી રહી છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો પણ લોકોની મદદે આવી રહ્યા છે. ઝંખવાવ ગામનાં સેવાભાવી યુવા કાર્યકર મુસ્તાકભાઇ પીંજારા ગોદળા-તકીયા-ગાદલાં બનાવવાનો વ્યવસાય કરે છે ત્યારે પોતાના વ્યવસાયને અનુલક્ષી તેમણે પોતાની દુકાનમાં જાતે બે હજાર જેટલાં સારી ક્વોલિટીનાં માસ્ક તૈયાર કર્યા હતા અને ઝંખવાવ ગામનાં બજાર ચાર રસ્તા ઉપર 1500 જેટલાં માસ્કનું જાહેર જનતાને વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે કોરોના વાઇરસથી બચવાનાં ઉપાયો દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરી સરકારનાં ભાગીરથ પ્રયાસને સમર્થન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા રેડક્રોસ સર્કલ પાસે નાકાબંધી દરમિયાન એક સ્કોડા રેપિડ ગાડીમાંથી એલ.સી.બી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

નેત્રંગના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડાઓ અને કાદવ કિચડથી રહીશો પરેશાન.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં શિક્ષણને કલંકિત કરતી ઘટના…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!