Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે મુખ્ય માર્ગ પર હાઇવા ટ્રક ડંમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો…

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગુલાબ પાર્ક સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર હાઇવા ટ્રક ડંમ્પરનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વીજપોલ સાથે અકસ્માત થયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

વાંકલ ગામે વહેલી સવારે છ વાગે GJ 16 AU.5619 નંબરની ટ્રકનો ચાલક ઝંખવાવ તરફથી કપચી ભરીને આવી રહ્યો હતો ત્યારે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર માર્ગની બાજુમાં વીજ પોલ સાથે ભટકાતા વીજપોલ ખુરદો બોલી ગયો હતો જેનો ધડાકાભેર અવાજ આવતા ગુલાબ પાર્ક સોસાયટીનાનાં પ્રિયાંક ચૌધરી સહિતનાં યુવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વીજ કંપનીમાં જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો તેમજ અન્ય વાહનો વીજ તારથી અકસ્માતનો ભોગ ન બને તે માટેની તકેદારી રાખી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો ત્યારબાદ વીજ કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક વીજવાયરો વીજ પોલ હટાવી દીધો હતો અકસ્માતમાં હાઇવા ટ્રક ડંમ્પરને પણ નુકસાન થયું હતું જ્યારે ચાલકનો બચાવ થયો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ : જાંબુઘોડા તાલુકાના જોટવડના યુવાને બે ભૂત વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી, ભૂતે મારી નાંખવાની ધમકી આપ્યો હોવાનો આક્ષેપ..જાણો શું છે મામલો.

ProudOfGujarat

વડતાલધામમાં રણછોડરાયજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

પંચમહાલ પોસ્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!