Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

મોસાલીના બાપુનગરનાં પાછળનાં ભાગે જાહેરમાં જુગાર રમતાં બે ની અટક અને અન્ય બે વોન્ટેડ

Share

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલા બાપુનગરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાઈ રહી છે એવી બાતમી પોલીસને મળતા પોલીસે બાતમીવાળા સ્થળે છાપો મારતા બે ઝડપાઇ જવા પામ્યા હતા અને બે ભાગી જતાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. માંગરોળ પોલીસનાં પી.એસ.આઇ પરેશ.એચ.નાયીને બાતમી મળી હતી કે ઉપરોક્ત સ્થળે જુગાર રમાઈ રહ્યો છે. જેને પગલે પી.એસ.આઇ પરેશ.એચ.નાયી અને ચેતન મનુ, મિતેશ છકા, અમૃત ધનજી, રાજદિપસિંહ, પ્રકાશ રમણ, પરેશ ક્રાંતિ સહીતની ટીમે રેડ કરતાં બે શખ્સો ઝડપાઇ જવા પામ્યા હતા. જેમાં શબ્બીર રંદેરા રહે.કોસાડી, ખલીલ સકુર સેયદ, જ્યારે બે જણ ભાગી ગયા છે. તેમાં સમદ ભુલા અને યુનુસ નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ બેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ ઉપરથી પોલીસે ૧૨૯૦ રૂપિયા રોકડા અને એક મોટર સાયકલ નંબર જી.જે.૧૯.એ.જે.૭૦૯૦ કબજે કરી છે જેની કિંમત પંદર હજાર ગણી કુલ ૧૬,૧૯૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી, વધુ તપાસ પાંડુરંગ રૂપચંદ ચલાવી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : રતનપુરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરતા કરિયાણાના બે વેપારી ઝડપાયા

ProudOfGujarat

કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત.

ProudOfGujarat

અમદાવાદમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!