Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : આંબાવાડી તાલુકા પંચાયતનાં ઉમેદવાર તૃપ્તિબેન મૈસુરીયાનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ ચાર ગામોમાં નીકળ્યું.

Share

આંબાવાડી તાલુકા પંચાયતનાં ઉમેદવાર તૃપ્તિબેન શૈલેષકુમાર મૈસુરીયાનો વિજય સરઘસ નીકળ્યું. તૃપ્તીબેન શૈલેષભાઇ મૈસુરીયાને 2854 ને મત મળ્યા હતા જયારે કોંગ્રેસનાં ભારતીબેન મૈસુરીયાને 986 મત મળતા તૃપ્તિબેન મૈસુરીયાને 1869 ની લીડ પ્રાપ્ત થતા ભવ્ય વિજય થયો હતો.

માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ આંબાવાડી તાલુકા પંચાયતમાં આવતા ઝીનોરા, આંબાવાડી, કંસાલી, વેરાકુઈ ગામોમાં વિજય રેલી કાઢવામાં આવી હતી. ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ઘરે ઘરે નારિયેળ આપી હાર તોરા પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આંબાવાડી તાલુકા પંચાયતના ઉમેદવાર તૃપ્તીબેન મૈસુરીયાએ દરેક ગામના સરપંચ અને ડે. સરપંચ તેમજ યુવા કાર્યકરો, દરેક ગ્રામજનોનો તેમજ ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ખેડામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ના જૂના બોરભાઠા ( ભાણા પટેલ ના બેટ ) ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. 

ProudOfGujarat

બનાસકાંઠા -ડીસાના જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરના 15 દુકાનોના તાળા તૂટયાં…,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!