Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં બોરિયા ગામે ખેતરનાં કૂવામાંથી વન વિભાગની ટીમે મૃત દીપડાને બહાર કાઢયો.

Share

બોરિયા ગામે ગત સોમવારની રાત્રી દરમ્યાન મધુભાઈ છનીયાભાઈ ચૌધરીની માલિકીનાં ખેતરમાં આવેલ એક કૂવામાં દીપડો પડી ગયો હતો. સવારે ખેતર માલિક મધુભાઈ ખેતરે જતાં તેમણે કૂવામાં દીપડાને મૃત હાલતમાં જોયો હતો ત્યારબાદ તેમણે બોરિયા ગામનાં સરપંચ નિતિનભાઈ ચૌધરીને જાણ કરી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા વન વિભાગ રેન્જ કચેરીને જાણ કરતાં વન વિભાગનાં રાઉન્ડ ફોરેસ્ટ જયેશભાઇ વસાવા, કલ્પેશભાઇ ચૌધરી, સુંદરભાઈ ચૌધરી, સેવંતીલાલ પઢીયાર વગેરે વન વિભાગનાં કર્મચારીઓની ટીમ ધટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગ્રામજનોનાં સહયોગથી કૂવામાંથી મૃત દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવામાં દીપડો પડયો હોવાની જાણ ગ્રામજનો અને આસપાસનાં રહીશોને થતાં દીપડાને જોવા લોકટોળા ઉમટી પડયા હતા. વન વિભાગનાં કર્મચારીઓની ટીમે દીપડાનો મૃતદેહ કબ્જે લીધો હતો અને સરકારી પશુ ચિકિત્સક પાસે પી.એમ. કરાવતા દીપડાનું મોત પાણીમાં ડૂબી જવાથી થયાનું જણાવ્યું હતું. વધુમાં વન વિભાગની ટીમે જણાવ્યું કે કૂવાની પેરાફીટ ન હોવાથી દીપડો કૂવામાં પડયો હોવાનું જણાય છે. દીપડો અંદાજીત પાંચ વર્ષનો અને કદાવર હતો.

Advertisement

Share

Related posts

લીમડી 113 વિધાનસભાના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ના નામે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરનાર વિરોધ પોલીસ ફરિયાદ આપવામાં આવી.

ProudOfGujarat

રાજપીપલાની સગીર કન્યાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી બાઈક પર અપહરણ કરી મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!