Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલ ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા ઇસમને પોલીસે ઝડપી પાડયો.

Share

માંગરોળના વાંકલ ગામેથી પોલીસે વરલી મટકાના આંકો પર હાર-જીતનો જુગાર રમાડતા ઈસમને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંગરોળ પોલીસ પ્રોહી જુગારની રેડ અંગે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમીના આધારે વાંકલ ગામે બજેટ ફળિયામાં રેડ કરતાં કેટલાંક લોકો ટોળે વળી હાર-જીતનો જુગાર રમી રહ્યા હતાં ત્યારે પોલીસને જોઈ નાસી છૂટ્યા હતાં. જ્યારે આંક લખી જુગાર રમાડનારને ઝડપી તેની પૂછપરછ કરતાં વિક્રમભાઈ બહાદૂરભાઈ વસાવા(ઊં.વ.૫૫) રહે. બજેટ ફળિયું, વાંકલનો હોવાનું જણાવ્યું હતું અને મુંબઈથી નીકળતા મિલન બજારનાં વરલી મટકાના બજારનાં આંકો ઉપર ગ્રાહકો પાસે પૈસા લઈ હારજીતનો જુગાર રમાડતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની અંગઝડતી કરતાં રોકડ રકમ રૂ.૨૬૦ તથા જુગાર રમાડવાનું સાહિત્ય કબ્જે કર્યું હતું.પોલીસે આ ઈસમ વિરૂદ્ધ જુગારધારા કલમ ૧૨ (અ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!