Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ યોજાયો.

Share

રાજ્ય સરકારે પ્રજાજનોના સહકારથી ધરતીને વન-આચ્છાદિત કરી હરિયાળી બનાવવાના સંકલ્પના ભાગરૂપે તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૯.૧૫ વાગ્યે કૃષિ, ગ્રામ વિકાસ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત સરકારી સાયન્સ કોલેજ ખાતે સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાયો.

સમારોહમાં વનમંડળી ઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે. સાથોસાથ મંત્રી, મહાનુભાવો અને ઉપસ્થિત નગરજનો વલસાડ ખાતે આયોજિત રાજ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળશે.

કોરોના મહામારીની અદ્યતન માર્ગદર્શિકા અનુસાર આયોજિત વન મહોત્સવમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા ઘનિષ્ઠ વનીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, મુખ્ય વન સંરક્ષક (સુરત વર્તુળ) સી.કે.સોનવણે, સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા વનીકરણ સમિતિના સભ્ય સચિવ અને નાયબ સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ), સુરત ડી.એન.રબારી, વાંકલ ગામના સરપંચ સહિત વનવિભાગના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહેશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મઢુલી નજીકથી બાતમીના આધારે કારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો……

ProudOfGujarat

ભરૂચમાં વૃદ્ધાનો અછોડો તોડવાનો પ્રયાસ કરનાર વડોદરાનો ગઠિયો ઝબ્બે

ProudOfGujarat

હીટ એન્ડ રન – અંકલેશ્વર રાજપીપલા ચોકડી બ્રિજ પાસે અજાણ્યો વાહન ચાલક બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!