Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ સ્ટેશન પાછળ વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો.

Share

માંગરોળ ગામે સ્ટેશન પાછળ જાહેરમાં બેસી મુંબઈથી નીકળતા વરલી મટકા ટાઈમ બજારના અંકો ઉપર જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે સ્ટેશન પાછળ એક ઇસમ મુંબઈથી નીકળતા ટાઈમ બજારના અંકો ઉપર પૈસા વડે હારજીતનો જુગાર રમાડી રહ્યો છે જેના આધારે રેડ કરવામાં આવતા અફઝલ ઉસ્માન દિવાન રહે. માંગરોળ ગામ ખાનદાન ફળિયુ તા. માંગરોળ જી. સુરતને ઝડપી લીધો હતો. તેની પાસેથી વિવિધ ટાઇમ બજારના અંકોની બુકો તેમજ જુગારનું સાહિત્ય રોકડા રૂપિયા 850 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરાયું

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પરથી મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો.

ProudOfGujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!