Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન ઇશાકભાઇ મુલતાની ઉંમર ૪૮ પ્રેશર અને થાઇરોઇડની બીમારીથી પીડાતી હતી. ગતરોજ આ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે પ્રેશરની દવાના બદલે ભૂલથી મહિલાએ માથાના વાળની જુ મારવાની દવા પી લીધી હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે માડવીના તડકેશ્વરની શીફા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હતું. આ ઘટનાના સંદર્ભમાં મરણ જનારના પુત્ર સિરાજ મુલતાનીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પ યોજાયો

ProudOfGujarat

જૈન મુનિ તરુણ સાગર મહારાજનું 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન..

ProudOfGujarat

સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં મીડિયાને હવે ‘નો એન્ટ્રી’, વિવાદ વધતા લેવાયો નિર્ણય, સાધુ-સંતોમાં રોષ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!