Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના વસ્તાન ગામે દીપડાએ ચાર બકરાનો શિકાર કર્યો.

Share

વસ્તાન ગામના ખેડૂત પશુ પાલક અબ્દુલભાઇ આદમભાઈ રંદેરાના ઘર આંગણે બાંધેલ ચાર બકરાઓનો રાત્રી દરમિયાન દીપડાએ શિકાર કર્યો હતો. રહેણાક વિસ્તારમાં દીપડા પશુનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ સવારે વાંકલ રેન્જ વન વિભાગ કચેરીને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પશુપાલકને નુકશાનીનું વળતર મળે એ માટેની જરૂરી કાર્યવાહી હાલ કરવામાં આવી છે. ત્રણ બકરા મૃત હાલતમાં સ્થળ પર મળી આવ્યા હતા જ્યારે એક બકરાને દીપડો ઉઠાવી ગયો હોવાનું ખેડૂત પશુપાલન કે જણાવ્યું છે. વસ્તાન ગામમાં અગાઉ એક મહિલા પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. ત્યારબાદ અવારનવાર દીપડો શિકારની શોધમાં ગામ તરફ આવી રહ્યો હતો. દિપડા દ્વારા બીજીવાર ગામમાં પશુનું મારણ કરવામાં આવ્યું છે ત્યારે વનવિભાગ દ્વારા આવી ઘટના ન બને તે માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વસ્તાન ગામના લોકો કરી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શહેરા : વન વિભાગે પાસ પરમીટ વગર લઈ જવાતા લાકડાનો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

વિસાવદર માં મહાશિવરાત્રી નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની ભવ્ય નગરયાત્રા નીકળી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!