Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ઝોન ચેમ્પિયન બની.

Share

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે એક વિશિષ્ટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નઘોઈ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ આઠમી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ, કુદિયાણા, કીમ અને સાયણ એમ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી. જેમાં તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે સૌને સંબોધતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા વિશિષ્ટ આયોજનથી શિક્ષકો તેનાં રૂટિન કાર્યબોજથી હળવાફૂલ થશે, સાથે શિક્ષકો-શિક્ષકો વચ્ચે નવા સંબંધો પ્રસ્થાપિત થશે, તેમનાં વચ્ચે આત્મીયતા અને ભાઈચારો કેળવાશે જેનાથી તેમનામાં કાર્ય કરવાનું ચોકકસ નવું બળ ઉમેરાશે. આ સાથે જ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટીના સેક્રેટરી મહેશભાઈ પટેલે પણ પોતાનાં પ્રાસંગિક વકતવ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ટુર્નામેન્ટની તમામ લીગ મેચ બાદ પ્રથમ સેમી ફાઇનલ કુદિયાણા ઝોન અને સાયણ ઝોન વચ્ચે રમાઈ હતી. જેમાં સાયણ ઝોનનો વિજય થયો હતો. જયારે બીજી સેમી ફાઈનલ કીમ ઝોન અને ઓલપાડ ઝોન વચ્ચે રમાઈ હતી. જેમાં ઓલપાડ ઝોનનો વિજય થયો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સાયણ ઝોન અને ઓલપાડ ઝોનની ટીમો ટકરાઈ હતી. સાયણ ઝોને ટોસ જીતીને ઓલપાડ ઝોનને દાવ આપતા ૧૦ ઓવરમાં ૭૩ રન કર્યા હતા. સાયણ ઝોને આ લક્ષ્યાંક ૮ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૭૪ રન કરી પાર પાડયો હતો. આમ આ આંતર ઝોન ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ઝોન ચેમ્પિયન બન્યું હતું. ફાઈનલ મેચમાં ખલીપોર પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક વિવેક બુટવાલા “બેસ્ટ બોલર” તથા “બેસ્ટ બેટસમેન” જાહેર થયા હતાં. જયારે ઉમરા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક વિપુલ ત્રિવેદી “મેન ઓફ ધી સિરિઝ” ઘોષિત થયા હતાં.

અંતમાં મહાનુભવોના હસ્તે વિજેતાઓને ચેમ્પિયન ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નઘોઈ ક્રિકેટ મંડળ સમિતિના ડેનિશ પટેલ, ગામના ચંદ્રેશ પટેલ તથા તાલુકા સંઘના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ પણ આ ટુર્નામેન્ટ મન ભરીને માણી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા નઘોઈ ગામના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લે આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ગીરીશ પટેલે કરી હતી. આમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો .

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટ તથા કવરનું વિમોચન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!