Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલની શ્રી એન.આર.ચૌધરી પ્રાથમિક શાળામાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

Share

વાંકલ ખાતે શ્રી એન.આર.ચૌધરી પ્રાથમિક શાળામાં બાળકો માટે વિવિધ રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી. વાંકલની આ શાળામાં સંગીત ખુરશી સહિતની બાળકો નેટ અને મોબાઇલથી દૂર રહે તેના માટે શારીરિક રમતો રમાડવામાં આવેલ હતી. જેમાં બાલમંદિરથી લઈને ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામા વિવિધ વિભાગનાં બાળકોએ સંગીત ખુરશીની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બાલમંદિર અને ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં હરીફાઈમાં ઉતર્યા હતા. સંગીત ખુરશીની સ્પર્ધામાં ધોરણ સાત (બ) માં અભ્યાસ કરતી દિક્ષિતાકુમારી રાજુભાઈ વસાવા પ્રથમ ક્રમાંકે રહી હતી તેઓને શાળાના આચાર્ય દ્વારા ઈનામ વિતરણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ખાતે એક જ દિવસે બે ઇસમોના મૃતદેહો મળી આવતા પંથકમાં ચકચાર મચ્યો.

ProudOfGujarat

સુરત નજીક કીમ સ્થિત વી કેર ઈંગ્લીશ સ્કુલમાં ક્રિસમસ પર્વની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

જમીનના ભ્રષ્ટાચાર કેસમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!