Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

Share

માંગરોળ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આરોગ્ય મેળાનો ૬૫૭ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરી 80 જેટલા આરોગ્ય કર્મચારીઓના સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે તપાસ, વિનામૂલ્યે દવાઓ, આયુષ્યમાન ભારત કાર્ડ, ડાયાબિટીસ, હાઈ બી.પી, મોઢાનું કેન્સર, આંખ, કાન, નાક સહિત ગાયનેક વિભાગનાં તજજ્ઞો દ્વારા સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હેલ્થ મેળાનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મકતમપુર વિસ્તારમાં ઈન્ડિયન રોક પાયથોનનો સલામત રેસ્ક્યૂ, વન વિભાગને સોંપાયો

ProudOfGujarat

ઝગડીયા અંકલેશ્વર માર્ગ પાર બોરોસીલ કંપની પાસે ઓટોરીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક નું મોત એક ઘાયલ

ProudOfGujarat

વડોદરા : કરજણનાં સોમજ દેલવાડા વિસ્તારમાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગના કર્મીઓને સફળતા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!