Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળમાં બાઈક ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

માંગરોળ તાલુકામાં વર્ષ ૨૦૧૧ માં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને 10 વર્ષ બાદ એલસીબીની ટીમે ઝડપી પાડી માંગરોળ પોલીસને હવાલે કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના નવાપુર તાલુકાના તારાપુર ગામનો વિશ્વાસભાઈ અમરસિંગ વડવી વતની છે અને હાલ સુરત ભેસ્તાન ચાર રસ્તા વૃંદાવન સોસાયટી ખાતે રહે છે. આરોપી એ વર્ષ ૨૦૧૧ માં માંગરોળમાં બાઈક ચોરી કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી આરોપી ભાગતો ફરતો હતો જેને એલ સી બી ની ટીમે તાજેતરમાં ઝડપી પાડી માંગરોળ પોલીસને હવાલે કર્યો છે. આરોપીએ સુરત સીટી અને જિલ્લામાં તેમજ તાપી નવસારી વગેરે જિલ્લામાં ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વલસાડની જમનાબાઈ સ્કૂલ પાસેથી હવસના ભૂખ્યા લોફર ઝડપાયા

ProudOfGujarat

રાજપીપળામાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી, મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાનું સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચના જુના ને.હા. સ્થિત ખેતલા આપા ટી સ્ટોલ નજીક રોડ સાઈડ ઉપર ડ્રેનેજમાં ગાય પડી જતા ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ગાયને બચાવી લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!