Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલમાં તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિની બેઠક યોજાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આજે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ દ્વારા તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં આંદોલનની તૈયારીના ભાગરૂપે એક કાર્યકર્તા આગેવાનોની બેઠક યોજાશે.

ટ્રાયબલ બચાવો અભિયાન સમિત્તિના કન્વીનર રમણભાઈ ચૌધરી તેમજ સહકન્વીનર સુરેશભાઈ વસાવાની આગેવાની હેઠળ તા.27 ના રોજ વાંકલ વિશ્રામ ગૃહ ખાતે બપોરે 12:30 કલાકે કાર્યકરોની બેઠક યોજાશે, જેમાં સરકાર દ્વારા તાપી પાર રીવર લીંક યોજનાને મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા સમયમાં તેની અસર માંગરોળ તાલુકાને પણ થાય તેમ છે. તાલુકાના રટોટી, વેરાકુઈ, વાંકલ, ઝરણી, વેરાવી, પાતલદેવી, નાંદોલા, ઇસનપુર,વડ, કેવડી કુંડ, બોરીયા, સહિતના ગામના લોકો વિસ્થાપિત બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી આ યોજનાનો અમલ બંધ કરવા માટે લડત આંદોલન કરવાના ભાગરૂપે આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે સાથે ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન અને વિસ્થાપિત લોકોના સવાલો હજુ પણ ઊભા છે ત્યારે આ મુદ્દે પણ એક લડતનું આયોજન કરવા માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાં ગેરકાયદેસર ભેંસોનાં પરિવહનને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી ઈલેક્શન : અરૂણસિંહનો હુંકાર સસ્પેન્શનથી અમને કોઈ ફેર નથી પડવાનો, અમે તો ચૂંટણી લડીશું 

ProudOfGujarat

વિરમગામના ચંદ્રનગર ગામે નૂતન રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!