Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝરણી ગામની સીમમાં ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝરણી ગામની સીમમા ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મૂળ ઉમરપાડા તાલુકાના હલધરી બિલવણ ગામની કુંતાબેન મોતીરામભાઇ વસાવા ઉંમર વર્ષ 45 ઈટના ભઠ્ઠા પર ઝરણી ગામે મજૂરી કામ કરતી હતી. આ મહિલાએ ગત રાત્રિ દરમિયાન ઝરણી ગામની સીમમાં વાંકલ સરકારી કોલેજ પાછળ લીમડાના ઝાડની ડાળ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નજીવી બાબતે એક ઈસમને માર મારી ધમકી આપવામાં આવી.

ProudOfGujarat

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

ઝઘડીયા : જુની તરસાલી ગામે આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને કોરોનાનાં સંભવિત સંક્રમણથી બચવાનું હોમ એજ્યુકેશન અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!