Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વરસાદનાં કારણે ઘર પડતા પરિવારનો આબાદ બચાવ.

Share

અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળ ગામના ભરવાડ ફળિયામાં કાચું ઘર પડી ગયું હતું. આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો છે. જ્યારે સીમોદરા ગામે ઘરની દિવાલ પડી જવાનો બનાવ બન્યો છે પરંતુ જાનહાનિ થઈ નથી માંગરોળ ગામના ભરવાડ ફળિયામાં રહેતા ચંદુભાઈ મગનભાઈ રાવળની માલિકીનું કાચું નળિયા વાળું ઘર સતત વરસાદને કારણે સંપૂર્ણ પડી ગયું હતું જેથી ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

ઘટના અંગે નુકસાનીનો રિપોર્ટ તલાટી દ્વારા તાલુકા વહીવટી તંત્રને કરવામાં આવ્યો છે જ્યારે સીમોદરા ગામના પટેલ ફળિયામાં રહેતા ધનસુખભાઈ પટેલની કાચા ઘરની દીવાલ પડી જતા ઘરવખરીને નુકસાન થયું હતું. આ ઘટના અંગે તલાટી કમ મંત્રી દ્વારા નુકસાની અંગેનો રિપોર્ટ તાલુકા વહીવટી તંત્રને કરવામાં આવ્યો છે બંને ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી બંને પરિવારો વરસી રહેલા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેઓને પૂરતી સહાય આપવામાં આવે તે જરૂરી છે.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ધારોલી ગામે જેટકો કંપનીનાં સબસ્ટેશનમાં ચોરી.

ProudOfGujarat

ભરૂચ : “જી -૨૦ જન ભાગીદારી” કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ખાતે રંગોલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!