Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : અતિશય વરસાદથી ઓગણીસા ગામે ખેતરના કુવાની દિવાલ ધસી પડી.

Share

માંગરોળ તાલુકાના‌ ઓગણીસા ગામે વધુ પડતા વરસાદને કારણે ખેતર ના કૂવા ની દિવાલ મશીન સાથે કુવામાં ઘસી પડતા આદિવાસી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.

છેલ્લા છ દિવસ થી માંગરોળ તાલુકામાં અવિરત વરસાદ વરસતા ઓગણીસા ગામના ખેડૂત ટાંગલાભાઈ શુકકરભાઈ ચૌધરી ની માલિકીના ખેતરમાં સિંચાઈના પાણી માટે બનાવેલ કુવાની દિવાલ વરસાદને કારણે મશીન સાથે કૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. આદિવાસી ખેડૂત ટાગલાભાઈ એ બેંક માંથી લોન લઈને ખેતરમાં સિંચાઈના પાણી માટે કૂવો બનાવ્યો હતો અને તેઓ નાની મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ કુદરતની આફત સામે તેઓ લાચાર બન્યા છે ત્યારે સરકાર દ્વારા જગતનો તાત ગણાતા ખેડૂતને તાત્કાલિક ધોરણે સહાય મળે એ જ સમયની માંગ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

એલ આર ડી મુદ્દે નીતિન પટેલ ના નિવેદન સામે રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ નો વળતો જવાબ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર ટ્રકની અડફેટે એક્ટીવા ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ : ” હર ઘર તિરંગા” થીમ આધારિત ચિત્ર સ્પર્ધામાં વી.સી.ટી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!