Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાનાં લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં તા.1 થી 7 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મીઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓનાં ઉદ્દેશ્ય સાથે મિટિંગનું આયોજન કરવામા હતું. જેમાં મહિલાલક્ષી કાયદાઓ, નારી સુરક્ષા, મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે વ્હાલી દિકરી યોજના અંગે સમજ આપવામાં આવી હતી. આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો દ્વારા રેલી યોજવામાં આવી હતી લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી રેલી યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉ. ડિનલ ધનગર અને ડૉ.રીટા ચૌધરી, આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

જુના ભરૂચ ના વડાપાડા રોડ પર આવેલ વિસ્તાર માં પાણી ની લાઈન માં જોઈન્ટ નાખવા મુદ્દે સ્થાનિક વોર્ડ ૧૦ના કોર્પોરેટર ના પતિ એ કોન્ટ્રાક્ટર ને ધાક ધમકી આપી જોઈન્ટ નાખવા ની ના કહેતા પાણી વગર વલખા મારતા વિસ્તાર ના રહીશો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

ProudOfGujarat

વિડીયોકોન ઇન્દ્રસ્ટ્રીઝ લી ભરૂચ દ્વારા કામદારોના બાકી પગાર.બાકી બોનસ તથા બાકી લેણા ની ચુકવણી ન કરવામાં આવતા કંપની ગેટ ઉપર ગુજરાત કામદાર સમાજ દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!