Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલની લાઈફલાઈન હોસ્પિટલ ખાતે કેન્સર અને આંખ નિદાન કેમ્પ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ શ્રદ્ધા સબૂરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઈફ લાઈન હોસ્પિટલમાં નિશુલ્ક કેન્સર અને આંખ નિદાન કેમ્પ યોજાતા 336 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પનું ઉદઘાટન કલાવતીબેન ભક્ત અને વલ્લભભાઈ ભક્તના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે કેમ્પના મુખ્ય દાતા સંજયભાઈ મોદી, ટ્રસ્ટના પ્રમુખ શિરીષભાઈ નાયક, ટ્રસ્ટી સંજયભાઈ દેસાઈ, ડો યુવરાજસિંહ સોનારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે મુખ્ય દાતાઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેમ્પનો પ્રારંભ થયો હતો, જેમાં બસમાં અંત્યંત આધુનિક કેન્સર નિદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેનો લાભ સ્થાનિક દર્દીઓને મળ્યો હતો તેમજ આંખ નિદાન સાથે ચશ્માઓનું વિતરણ કરાયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વાલિયા તાલુકાના હોલાકોતર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

ProudOfGujarat

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ”

ProudOfGujarat

ઝઘડીયાના ખાખરીપુરાની શિક્ષિકા નસીમબાનું ખોખરનું ગ્લોબલ એચી વર્ષ એવોર્ડથી સન્માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!