Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા નજીક ડભાલ ગામેથી પત્તા પાનાનો જુગાર ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડભાલ ગામે સીમમાંથી જુગાર રમતા છ જેટલા જુગારીયાઓ પોલીસની રેઇડ દરમિયાન ઝડપાયા હતા.

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદી ડામવા મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઇ વી.આર.ઠુમ્મર પોલીસ સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નજીકના ડભાલ ગામની સીમમાં કેટલાક માણસો પત્તા પાનાનો જુગાર રમી રમાડે છે. ત્યારે પોલીસે આ બાતમી મળ્યા મુજબના સ્થળે રેઇડ કરતા છ જેટલા ઇસમો રોકડા રુપિયા તથા મોબાઇલ મળીને કુલ રૂ.૧૮૧૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે આ છાપામારી દરમિયાન ઘટના સ્થળેથી રામસિંગભાઇ દેવલસિંગભાઇ વસાવા, પ્રવિણભાઇ અમૃતભાઇ વસાવા, મહેશભાઇ પ્રતાપભાઇ વસાવા, કિરણભાઇ કાલુભાઇ વસાવા, ગંભીરભાઇ કુતરીયાભાઇ વસાવા અને કિશનભાઇ ગુલસિંગભાઇ વસાવા સર્વે રહે.ગામ ડભાલ તા.ઝઘડીયા જિ.ભરૂચનાને મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતાં જામનગર સાંસદે પત્રકાર પરિષદ યોજી સુશાસનના 8 વર્ષની વિગતો આપી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નિરાંત નગર સોસાયટીનાં લોકોની સમસ્યા અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં ગુંજ ગરબા મહોત્સવનો ગુંજારવ ખીલ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!