Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ખુબ જ દુઃખદ બાબત… ગુજરાતમાંથી દરરોજ થઇ રહી છે ૧૮ મહિલા ગાયબ… સૌથી વધુ અમદાવાદમાં

Share

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાનું અવારનવાર કહેવામાં આવે છે. ત્‍યારે વિધાનસભામાં રજુ થયેલ મહિલાઓ ગુમ થવાના આંકડાઓ દુઃખદ હકીકત વર્ણવે છે. કેમ કે, આ આંકડાઓ મુજબ રાજ્યમાંથી દરરોજની ૧૮ મહિલાઓ ગુમ થઇ રહી છે.

પાછલા બે વર્ષમાં 13,574 મહિલાઓ રાજ્યમાં ગુમ થઈ છે. જોકે આમાંથી 10,479 મહિલાઓ પાછી આવી ગઈ છે અથવા શોધી કાઢવામાં આવી છે. પરંતુ આ આંકડો ખરેખર ચિંતાજનક છે. વિધનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, અમદાવાદમાંથી સૌથી વધારે મહિલાઓ ગુમ થઈ છે, આ આંકડો(2908) છે, ત્યારપછી સુરત(2626), રાજકોટ(1177), મેહસાણા(873), વડોદરા(858), ગાંધીનગર(630), આણંદ(559), કચ્છ(387) છે.

Advertisement

અમદાવાદ શહેરમાં 2016માં 1119 મહિલાઓ ગુમ થઈ હતી, જે આંકડો 2017માં વધીને 1507 થયો છે. અમદાવાદ ગ્રામીણની વાત કરીએ તો, 2016માં આંકડો 136 હતો, જે 2017માં વધીને 146 થયો છે. પાછલા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાંથી ગુમ થયેલી 3538 મહિલાઓમાંથી માત્ર 2772 મહિલાઓ પાછી આવી છે. આ રીતે મહિલાઓના ગુમ થવાના કારણો વિષે વીમેન્સ રાઈટ્સ લૉયર મીના જગતાપ કહે છે કે, મહિલાઓ માટે પોતાની ઈચ્છા અનુસાર જીવન પસાર કરવું ઘણું મુશ્કેલ છે. પ્રેમસંબંધ, લગ્ન, અભ્યાસ, કરિયર દરેક બાબતે મહિલાએ સ્ટ્રગલ કરવું પડે છે. પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કરિયર અને એજ્યુકેશન બાબતે પણ સપોર્ટ મેળવવો ઘણો મુશ્કેલ હોય છે. અત્યારે ઘણી મહિલાઓ સ્વતંત્ર રીતે જીવન પસાર કરવા ઘર છોડીને જતી રહેતી હોય છે, જ્યારે અમુક હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનતી હોય છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સરકાર પર પ્રહાર કરતાં કહે છે કે, આ સરકાર મહિલા સંમેલનનું આયોજન કરવામાં અને નવા નવા સૂત્રો આપવામાં માને છે, પરંતુ મહિલાઓની સુરક્ષા પુરી પાડવામાં નહીં. ગૃહમંત્રી આ વિષય પર જણાવે છે કે, સરકાર ગુમ થયેલી મહિલાઓની ડીટેલ્સ દૂરદર્શન અને લોકલ ચેનલ્સ પર પબ્લિશ કરે છે. આ સિવાય દરેક અકિલા જિલ્લામાં આ મહિલાઓની ડીટેલ્સ મોકલવામાં આવે છે. આ સિવાય મહિલાઓને શોધવા માટે પોસ્ટર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ઘણી યુવતીઓને પૈસા માટે પરણાવી દેવામાં આવે છે. ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોમાં જે અસમાનતા છે તેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. અને ઓટોમોબાઈલ તેમજ મોબાઈલ ક્રાંતિને કારણે પહેલાની સરખામણીમાં ઘરેથી નીકળી જવું વધારે સરળ બની ગયું છે.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિસ્માર માર્ગને કારણે ટ્રક પલટી ખાવાના બનાવો વધ્યા.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટેમ્પો પલ્ટી ખાતા એક સમયે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

પી.એમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં છોડયા ચિત્તા, 74 વર્ષ પછી જોવા મળશે ચિત્તાની રફ્તાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!