Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત.

Share

મોરબી શહેરમાં બોરિયા પાટી નજીક આવેલ કેનાલમાં ડૂબી જતા ૩૯ વર્ષના યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કેનાલ રોડ પર કેનાલના પાણીમાં યુવાન ડૂબી ગયાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો જે બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

Advertisement

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક શાન્તુલાલ લાલરામ મીણા (ઉ.વ.૩૯) રહે સરતાનપર રોડ વાંકાનેરવાળા હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાને આપઘાતના ઈરાદે કેનાલમાં ઝંપલાવ્યું હતું કે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો તે સ્પષ્ટ થયું નથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

51 સુંદર દિવાઓને પાછળ છોડીને મિસિસ ઇન્ડિયા વર્લ્ડ બની સરગમ કૌશલ

ProudOfGujarat

વડતાલધામમાં દ્વિશતાબ્દી નિમિત્તે સહજાનંદી બાળ શિબિર સંપન્ન, ૨૫૦૦ કરતા વધુ બાળકોએ ભાગ લીધો 

ProudOfGujarat

અંકલેશ્વર: દેશના વડાપ્રધાન ની સ્વચ્છ ભારતની વાતોની ધજીયા ઉડાવતા અંકલેશ્વરના દુકાનદારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!