Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના મકનસર ગામે રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા સારવાર માટે ખસેડાયા

Share

મોરબી શહેર અને તાલુકામાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેમાં મકનસર ગામમાં આજે ૫૫ વર્ષીય આધેડને આખલાએ અડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

મોરબીના મકનસર ગામમાં ગત તા. ૦૩ ના રોજ આખલાનો ત્રાસ જોવા મળ્યો હતો જેમાં ગામમાં ૫૫ વર્ષીય આલાભાઇ રબારી શેરીમાં હોય ત્યારે આખલાએ આલાભાઇને ઉડાડ્યા હતા જેથી આધેડને મોઢામાં ફ્રેકચર અને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે જેમાં આખલા દોડતા આવીને આધેડને ઉલાળીને જતા રહે છે.

Advertisement

મોરબી શહેરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ અનેક વખત જોવા મળ્યો છે તો હવે તાલુકાના મકનસર ગામમાં આખલાએ આધેડને અડફેટે લેતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવા રખડતા ઢોરના ત્રાસમાંથી કાયમી મુક્તિ આપવા માટેની માંગ કરી રહ્યા છે.


Share

Related posts

સાગબારા તાલુકાના કોડબા ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલી ટેગરોસ કંપનીમાં ગત રાત્રીના સમયે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

ચાલો આજે જાણીએ ગાંધીના જીવનના કેટલાક જીવન પ્રસંગો વિશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!