Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબીના હળવદની GIDC માં કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના કરૂણ મોત.

Share

મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30 થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12 જેટલા મૃતદેહો હળવદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે 30થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે.

અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો.

Advertisement

Share

Related posts

સહકારી મંડળીઓની ચૂંટણીઓ કરવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા આંદોલન પર ઉતર્યા..!!

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ પાસે આવેલ રંગ કૃપા સોસાયટી ના એક મકાન માં ટ્રિપલ હત્યા થી ખળભળાટ…… જાણો વધુ

ProudOfGujarat

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!