Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થીમ આધારિત બે નવી ફંડ ઑફર્સ (એનએફઓ) શરૂ કરાઈ.

Share

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના બે નવા ફંડ – મિરે એસેટ ગ્લોબલ ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ ઈટીએફ ફંડ ઓફ ફંડ (ઓવરસીઝ ઇક્વિટી એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વાહનો અને સંબંધિત ટેક્નોલોજી, ઘટકો અને સામગ્રીના વિકાસ સાથે સંકળાયેલી કંપનીઓ પર આધારિત છે ) અને મિરે એસેટ ગ્લોબલ એક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઇટીએફ ફંડ ઓફ ફંડ (ગ્લોબલ X આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઈટીએફના એકમોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમનું ) રજૂ કરવાની જાહેરાત કરી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ભારતમાં રજૂ થનારી ભવિષ્યની ટેક્નોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ પર આધારિત આ પ્રકારના પ્રથમ ફંડ્સ છે.

મિરે એસેટ ગ્લોબલ ઈલેક્ટ્રીક એન્ડ ઓટોનોમસ વેહિકલ્સ ઈટીએફ ફંડ ઓફ ફંડ (ઈવી એફઓએફ) વિદેશી ઈટીએફમાં રોકાણ કરશે જે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ અને સંબંધિત ટેક્નોલોજી, ઘટકો અને સામગ્રીના વિકાસમાં વિવિધ ભૌગોલિક ક્ષેત્રોની કંપનીઓ પર આધારિત છે.

Advertisement

મિરે એસેટ ગ્લોબલ એક્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઈટીએફ ફંડ ઓફ ફંડ (એઆઈ એફઓએફ) ગ્લોબલ એક્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઈટીએફના એકમોમાં રોકાણ કરશે.

ગ્લોબલએક્સ એ એક અગ્રણી ઈટીએફ પ્રદાતા છે જેનું મુખ્ય મથક ન્યુ યોર્કમાં છે, જે હાલમાં થીમેટિક ઈટીએફમાં 40 અબજ યુએસ ડોલર કરતાં વધુ એયુએમનું સંચાલન કરે છે. ગ્લોબલ X ઈટીએફ એ મિરે એસેટ ફાઈનાન્સિયલ ગ્રુપના સભ્ય છે. (સ્રોત: ગ્લોબલએક્સ, જૂન 30,2022 મુજબ)

બંને એનએફઓ 16 ઓગસ્ટ, 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 ઓગસ્ટ, 2022ના રોજ બંધ થશે. બંને ફંડ્સનું સંચાલન મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ઈટીએફ પ્રોડક્ટ્સના હેડ શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવશે.

ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં હશે.

મુખ્ય મુદ્દાઓ :

• બહુવિધ દેશોની કંપનીઓ અને સંબંધિત ફંડ્સમાં ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વાહનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજીની ઇકોસિસ્ટમ સાથેનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો.

• Indxx આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ બિગ ડેટા ઈન્ડેક્સ (એઆઈક્યુ ઈન્ડેક્સ) (એઆઈએફઓએફ માટે બેન્ચમાર્ક ઈન્ડેક્સ) પોર્ટફોલિયોમાં 20 ઈન્ડસ્ટ્રીઝમાં ફેલાયેલી 83 કંપનીઓ છે જેની કુલ માર્કેટ કેપ 13.2 ટ્રિલિયન યુએસ ડોલરનીછે *

• એઆઈક્યુ ઈન્ડેક્સે છેલ્લા 7 વર્ષમાં 20.4 ટકા વળતર આપ્યું છે (31 જુલાઈ 2022ના રોજ) **

• રોકાણકારો માટે વૈશ્વિક બજારોમાં રોકાણ કરવાની અનન્ય તક તરીકે ગણવામાં આવે છે.

*સ્રોત: 29 જુલાઈ, 2022ના રોજનો બ્લૂમબર્ગ ડેટા; ઇન્ડેક્સ મૂલ્યને યુએસડીથી ભારતીય રૂપિયામાં રૂપાંતર કરવા માટે એફબીઆઈએલના વિનિમય દરનો ઉપયોગ થાય છે. જો ભારતીય રૂપિયાનું જે ચલણમાં રોકાણ કરવામાં આવે છે તેની સામે વધે તો વિદેશી સંપત્તિનું મૂલ્ય ઘટે છે જેના પરિણામે આવી વિદેશી સંપત્તિમાં રોકાણ કરનાર ફંડ ઉપર પણ તેની અસર થશે. ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં સ્થાયી રહે કે નહીં તેનો અંદાજ લગાવી શકાય નહીં. ઇન્ડેક્સ રિટર્ન કુલ રિટર્ન વેરિઅન્ટમાં છે. ઉપર દર્શાવેલ ડેટા ઇન્ડેક્સને લગતો છે અને તે ઇન્ડેક્સની કોઈપણ યોજનાની કામગીરીને દર્શાવતો નથી.

** એઆઈક્યુ ઇન્ડેક્સનો અર્થ છે Indxx આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા ઇન્ડેક્સ. પ્રારંભથી એઆઈક્યુ ઇન્ડેક્સનું વળતર: 18.5 ટકા (બેઝ તારીખ: 31મી જાન્યુઆરી 2014); 1 વર્ષનું વળતર: -20.7 ટકા.

એનએફઓની જાહેરાત કરતા, મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ શ્રી સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું કે, “મિરે એસેટ ભારતીય રોકાણકારો માટે વૈશ્વિક રોકાણ પ્રોડક્ટ્સ રજૂ કરવામાં મોખરે છે. અમે ભારતમાં આ થીમ્સના ઉત્ક્રાંતિના પ્રારંભિક તબક્કે છીએ, પરંતુ વૈશ્વિક સ્તરે આ થીમ્સ કેન્દ્રસ્થાને છે, અમે માનીએ છીએ કે આ ફંડ્સ રજૂ કરવાથી રોકાણકારોને આ વૈશ્વિક થીમ્સમાં ભાગ લેવાની તક મળશે.”

“અમે ભારતીય રોકાણકારોને યોગ્ય સમયે અનન્ય વૈશ્વિક ઑફરિંગમાં રોકાણ કરવાનો અનુભવ આપવા માંગીએ છીએ જેથી રોકાણકારો તેમની રોકાણ સાયકલમાં તેમના રોકાણની ક્ષિતિજને વ્યાપક અને સુસંગત બનાવી શકે,” એમ તેમણે ઉમેર્યું હતું.

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના હેડ-ઇટીએફ પ્રોડક્ટ્સ શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ન્યુ ફંડ ઑફર્સ એવા સમયે આવે છે જ્યારે રોકાણકારો માટે મૂલ્યાંકન પ્રમાણમાં આકર્ષક જણાય છે અને મોટા ભાગના દેશો દ્વારા આ તકનીકોનો ઉપયોગ કરવા તરફ નોંધપાત્ર ઝુકાવ છે.”

મિરે એસેટ ગ્લોબલ ઈલેક્ટ્રીક એન્ડ ઓટોનોમસ વેહિકલ્સ ઈટીએફ ફંડ ઓફ ફંડ (ઈવી એફઓએફ) અને મિરે એસેટ ગ્લોબલ એક્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઈટીએફ ફંડ ઓફ ફંડ (એઆઈ એફઓએફ) રોકાણકારો માટે નિયમિત પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાં ઉપલબ્ધ રહેશે. એનએફઓ પછી, ન્યૂનતમ વધારાની ખરીદીની રકમ રૂ. 1000 હશે અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં ખરીદી શકાશે.

સૂચિત્રા આયરે


Share

Related posts

આજથી કમુરતા શરૂ થતાં લગ્ન કે શુભ પ્રસંગો નહિ થાય…

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆર ના હેડ તરીકે નિયુક્ત કર્યા.

ProudOfGujarat

પાવાગઢ પર્વત પર વૃક્ષોની હરિયાળી સર્જવાનો વન વિભાગનો પ્રયત્ન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!