Proud of Gujarat
FeaturedGujaratINDIA

એલએન્ડટી ફાઈનાન્સ દ્વારા વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગની શરૂઆત કરાઇ.

Share

• ભારતમાં ડિજિટલી-આસિસ્ટેડ કાર્યમાં વેરહાઉસ રિસિપ્ટ ફાઈનાન્સિંગની પ્રથમ વખત શરૂઆત
• લોન અરજી કર્યાના 24 કલાકમાં ગ્રાહકોને સુવિધા મંજૂર કરવામાં આવશે
• કોમોડિટીઝનું ઝડપી વિતરણ અને સરળ રિલીઝ
• કૃષિ-ગ્રાહકો માટે પેપરલેસ અનુભવથી સમૃદ્ધ

એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ), જે એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડની પેટાકંપની છે અને અગ્રણી નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાંની એક છે, તેણે વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ (ડબલ્યુઆરએફ)ની શરૂઆત કરી છે, જે કૃષિ-કોમોડિટીઝ માટે જે એગ્રી કોમોડિટીઝ સામે લોનની સુવિધા માટે પ્રથમ પ્રકારની ડિજિટલી-આસિસ્ટેડ જર્ની છે.

Advertisement

ડબલ્યુઆરએફ લોન સુરક્ષિત કરવા માટે કોલેટરલ તરીકે કોમોડિટીના ઉપયોગની સુવિધા આપે છે. કોમોડિટીઝને એમ્પેનલ્ડ કોલેટરલ મેનેજર દ્વારા વ્યવસાયિક રીતે સંચાલિત વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ, કોમોડિટીઝની ગુણવત્તા અને જથ્થાની તપાસ કરવામાં આવે છે, જેના આધારે કોલેટરલ મેનેજર દ્વારા ખેડૂતો, વેપારીઓ અને પ્રોસેસર્સને રસીદ આપવામાં આવે છે. પછી રસીદનો ઉપયોગ એલટીએફ પાસેથી લોન સુવિધાઓ મેળવવા માટે કોલેટરલ તરીકે થઈ શકે છે.

ડબલ્યુઆરએફ ગ્રાહકો માટે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉપલબ્ધ હશે અને આ પ્રોડક્ટ ઓફર કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવશે. હાલમાં, આ સુવિધાઓ બજાર દ્વારા પરંપરાગત પદ્ધતિએ ઓફર કરવામાં આવે છે જેની પ્રકૃતિ મુખ્યત્વે મેન્યુઅલ છે અને દરેક લોન અરજીને મંજૂર કરવામાં 7-10 દિવસ જેટલો સમય લાગે છે. આ પ્રોડક્ટની શરૂઆત સાથે, ગ્રાહકોને લોન એપ્લિકેશન ફાઇલ કર્યાના 24 કલાકમાં મંજુરી મળશે અને મોબાઇલ એપ્લિકેશન પ્લેનેટ દ્વારા તેમની લોન સંબંધિત તમામ માહિતી તેમની આંગળીના ટેરવે રાખી શકસે. આવો અનુભવ તેમણે અગાઉ ક્યારેય નહીં કર્યો હોય.

ખેડૂતો, વેપારીઓ અને પ્રોસેસર્સ આ સુવિધા નજીકની એલટીએફ શાખામાંથી આકર્ષક વ્યાજ દરે રૂ. 1 લાખથી રૂ. 10 કરોડની વચ્ચેની રકમ માટે મેળવી શકશે. મંજૂર કરવામાં આવેલી રકમ પાત્રતાની ચકાસણી અને લોન માર્જિન રેન્જ પર આધારિત હશે, જે ગુણવત્તાના માપદંડોના આધારે કોમોડિટીના બજાર મૂલ્યના 25 ટકાથી 30 ટકા વચ્ચેની હશે.

આ રજૂઆત વિશે બોલતા એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી દીનાનાથ દુભાષીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય 2026 સુધીમાં અથવા તે પહેલાં એક ઉચ્ચ-કક્ષાની, ગ્રાહક-કેન્દ્રિત, ડિજિટલી-સક્ષમ રિટેલ ફાઇનાન્સ કંપની બનવાનું છે. તે જ રીતે, અમે અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાતોને અનુરૂપ પ્રોડક્ટ્સ સાથે જોડવા માટે સતત કામ કરી રહ્યા છીએ અને તેઓને જરૂર હોય તે જ સમયે તે ઉપલબ્ધ હોય છે. ડબલ્યુઆરએફ એ અમારા તરફથી આવી જ એક ઓફર છે જે કોઈ ગીરો ચાર્જ વિના ઝડપી વિતરણ અને લવચીક પુનઃચુકવણીનું વચન આપે છે. ભારતમાં રવિ વાવણીની મોસમ આ પાક વર્ષમાં 720 લાખ હેક્ટરના વિક્રમી વાવેતર સાથે સમાપ્ત થઈ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આવા સંજોગોમાં, અમને આશા છે કે આ લોન અમારા ગ્રાહકોને તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને અનુકૂળ રીતે પૂરી કરવામાં મદદ કરશે. વધુમાં, તે બજારમાં કોમોડિટીઝ અને કિંમતોના પુરવઠાને સ્થિર કરવામાં, ઉત્પાદકોની આવકમાં સુધારો કરવા અને ખાદ્યપદાર્થોની ખોટ ઘટાડવામાં પણ મદદ કરશે.”

એક્સલરેટેડ રિટેલાઇઝેશનને અનુરૂપ, એલટીએફની રિટેલ બુક 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 57,000 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 34 ટકા વધુ છે, જ્યારે રૂરલ બિઝનેસ ફાઇનાન્સ અને ફાર્મ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ જેવા મુખ્ય પ્રોડક્ટ્સની આગેવાની હેઠળ કુલ લોન બુકનું રિટેલ પોર્ટફોલિયો મિશ્રણ 64 ટકા હતું.

સુચિત્રા આયરે


Share

Related posts

અંકલેશ્વરના જનતા નગરની પુષ્પવાટીકા સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,લાખોના મુદ્દામાલ સાથે ૧૯ ઝડપાયા.

ProudOfGujarat

છોટાઉદેપુર બંધના એલાનને પગલે રાજપીપળા એસ.ટી ડેપોમાં મુસાફરો અટવાયા.

ProudOfGujarat

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!