Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એસએમઈ માટે ક્રાંતિકારી વીમા ઉકેલો રજૂ કરવા Actyv.ai સાથે સહયોગ કર્યો

Share

ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એમ્બેડેડ બી2બી, બીએનપીએલ (બાય નાઉ પે લેટર) અને વીમા સહિતની સિંગાપોર સ્થિત એન્ટરપ્રાઇઝ સાસ પ્લેટફોર્મ actyv.ai સાથે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ખાસ કરીને ઉદ્યોગ સાહસો અને તેમના સપ્લાય ચેઈન પાર્ટનર્સ માટે અનુરૂપ નવીન વીમા પ્રોડક્ટ્સનું સહ-નિર્માણ કરવાનો છે, જે સ્થાયી વૃદ્ધિને સશક્ત બનાવે છે અને વિકસતા બજારમાં ઉદ્ભવતા વ્યાપક વ્યવસાયિક જોખમોને ઘટાડે છે.

આ સહયોગ હેઠળ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સમગ્ર સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ, વિતરકો, છૂટક વિક્રેતાઓ અને સપ્લાયરોને સમાવિષ્ટ કરવા માટે વ્યાપક વીમા ઑફર ડિઝાઇન કરવા actyv.ai સાથે સહયોગ કરશે. સપ્લાય ચેઈન પાર્ટનર્સને ગ્રુપ ઈન્સ્યોરન્સ વિકલ્પો પૂરા પાડીને, એન્ટરપ્રાઈઝ સતત વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે છે, જ્યારે સાથે સાથે તમામ હિસ્સેદારોની સુખાકારી અને સુરક્ષાની ખાતરી કરી શકે છે. actyv.ai ની તકનીકી ક્ષમતાઓનો ઉપયોગ કરીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ actyv.ai પ્લેટફોર્મની અંદર બાઈટ-સાઈઝના વીમા ઉત્પાદનોને જોડશે, જે એન્ટરપ્રાઈઝ અને નાના વ્યવસાયોને સમાન રીતે સરળ એક્સેસને સક્ષમ કરશે.

Advertisement

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો: “અમે જાણીએ છીએ કે એમએસએમઈ એ અર્થતંત્ર પાછળનું પ્રેરક બળ છે અને અમે સુલભ અને વ્યાપક વીમા પૉલિસી દ્વારા તેમના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ. actyv.ai અને તેમના અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ સાથેના અમારા સહયોગ દ્વારા, અમે એમએસએમઈ વ્યવસાયનો અભિન્ન ઘટક એવા સપ્લાય ચેઈન ઈકોસિસ્ટમને કસ્ટમાઈઝ્ડ વીમા પ્રોડક્ટ્સ ઑફર કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જેનાથી તેમને સંભવિત વ્યાપારી વિક્ષેપોથી બચાવીએ છીએ, માત્ર 10 દિવસમાં રૂ. પાંચ લાખના દાવાની પતાવટ કરવાથી લઈને સરળ ડિજીટલ ઉકેલો પૂરા પાડવા સહિતની બાબતોમાં અમે એમએસએમઈ વીમામાં અગ્રણી રહીએ છીએ અને તેમની અનન્ય જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરાયેલી બીજી વિશેષ ઓફર કરતા ખુશી અનુભવીએ છીએ.

“આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથેના અમારા સહયોગ દ્વારા, અમે હવે તમામ સાહસો અને તેમના વિતરકો, છૂટક વિક્રેતાઓ અને સપ્લાયરોને અમારા ટેક્નોલોજી પ્લેટફોર્મ પર એમ્બેડેડ નવીન વીમા પ્રોડક્ટ્સ ઑફર કરી શકીશું. અમે અમારા સહયોગ વિશે ઉત્સાહિત છીએ અને સાથે મળીને, અમે એમએસએમઈ સેગમેન્ટને

સંબંધિત જોખમ-રક્ષણને સક્ષમ કરવા માટે ટેક્નોલોજીનો લાભ લેવા આતુર છીએ. અમારી સંયુક્ત ઑફર સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમના તમામ ખેલાડીઓ માટે સ્થાયી વૃદ્ધિની ખાતરી કરશે, જેનાથી ખાતરી અને સમર્થનની સ્થિતિ સર્જાઈ શકે છે”, એમ actyv.ai ના સ્થાપક અને વૈશ્વિક સીઇઓ રઘુ સુબ્રમણ્યને જણાવ્યું હતું.

આ સહયોગ મજબૂત અને સુલભ વીમા સોલ્યુશન્સ ઓફર કરીને ભારતમાં એમએસએમઈની લાંબા ગાળાની સફળતા અને સ્થાયિત્વને મજબૂત કરવા માટેના નિર્ણાયક પગલાને દર્શાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને actyv.ai વ્યવસાયોને જોખમ સામે જરૂરી સંરક્ષણ, વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને દેશના એકંદર આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતમાં પ્રથમ છે જેણે ખાસ કરીને એમએસએમઈ માટે જોખમ કવરેજ (sme.icicilombard.com) પ્રાપ્ત કરવા માટે રચાયેલ ડિજિટલ પ્લેટફોર્મ સ્થાપ્યું છે. આ પ્લેટફોર્મ એમએસએમઈની વૃદ્ધિ અને અસરકારક જોખમ વ્યવસ્થાપન તરફની તેમની સફર દ્વારા ભાગીદારીમાં અમારા સમર્પણનો પુરાવો છે.


Share

Related posts

ભરૂચ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ શહેર પ્રમુખ વિકી શોખી તથા સાથીદારો આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના ના કોન્ફરન્સ હોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની તમામ કોલેજોને “નેક” (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઊન્સીલ )અંગેની માહિતી મળે તે માટે કુલપતિ ડૉ મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં તમામ કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

વડોદરાની યુવતી માયુશી ભગત અમેરિકામાં ગુમ થતાં એફ.બી.આઈ એ 3 વર્ષ પછી મિસિંગ યાદીમાં જાહેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!