Proud of Gujarat
FeaturedGujaratINDIA

શેરબજારમાં રચાયો ઈતિહાસ! સેન્સેક્સએ 66000 ની સપાટી કૂદાવી, નિફ્ટી ઓલટાઈમ હાઈ પર પહોંચી

Share

શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી નવા રેકોર્ડ સર્જ્યા છે. સેન્સેક્સએ આજે પહેલીવાર 66,000 ની સપાટી કૂદાવી હતી. તેની સાથે જ તેને ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી નવા રેકોર્ડ સર્જ્યા છે. આ લેવલને સ્પર્શતા શેરબજારના રોકાણકારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેઓને બમ્પર કમાણી પણ થઈ હતી.

વેપારની શરૂઆતમાં જ નિફ્ટીએ 19,523.60નો અગાઉનો હાઈ લેવલ કૂદાવીને 19,566.65 ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો હતો. આ ઉપરાંત સેન્સેક્સએ પણ નવો રેકોર્ડ સર્જ્યો છે. તેને ગત રેકોર્ડ લેવલ 65,898.98નુ કૂદાવીને 66000 ના લેવલને સ્પર્શ કર્યો હતો. આ અહેવાલ લખાવા સુધી સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 160 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરાનાં રહીશ અને જામનગર પંચાયત માર્ગ મકાન વિભાગનાં નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સામે અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાના ગુન્હો નોંધાયો.

ProudOfGujarat

લવ જેહાદનો કાયદો પાસ થયા બાદ વડોદરા ખાતે પ્રથમ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોરોનો ત્રાસ વધ્યો વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 10 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!