Proud of Gujarat
Uncategorized

નડિયાદ : પી.એમ એફ.એમ.ઇ યોજના અંતગર્ત  જિલ્લા કક્ષાની ડી.એલ.સી. બેઠક યોજાઇ

Share

પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફુડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીજ યોજના અંતર્ગત ક્લેક્ટર  કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની(ડી.એલ.સી.) બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફૂડ પ્રોસેસિંગને લગતા કુલ ૦૬ લાભાર્થીને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટના લાભાર્થીઓને સરકારી સહાય મળશે અને જેનાથી જિલ્લામાં રોજગારીની તકો વધશે.
વધુમાં જિલ્લા ક્લેક્ટર દ્વારા યોજનાનો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું જેથી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારની આ યોજનાનો લાભ મળે.

આ બેઠકમાં નાયબ બાગાયત નિયામક, પ્રતિનિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી, લીડ ડિસ્ટ્રિક્ટ બેન્ક મેનેજર, ડી.આર.ડી.એ.ના ડી.એલ.એમ, નાબાર્ડના ડી.ડી.એમ., ડી. આઈ. સી.ના પ્રતિનિધિ તેમજ કમળા ગ્રામ પંચાયત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભરૂચ લોકસભા વિસ્તારમાં આવેલા રસ્તા અને બ્રિજોની ખરાબ હાલત અંગે રજૂઆત

ProudOfGujarat

વાયરલ ઓડિયો કાંડ મામલે કોંગ્રેસનું આવેદન – અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને હટાવવાની માંગ

ProudOfGujarat

लवरात्री का नया पोस्टर सभी गरबा प्रेमियों के लिए है एक परफेक्ट वेलेंटाइन गिफ्ट!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!