Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ પાસે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

નડિયાદના કપડવંજ પાસે અંતીસર નજીકથી પસાર થતી એક કારમાં અચાનક જ આગનો બનાવ બન્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજમાં અંતીસર નજીકથી પસાર થતા એક દંપતિ જતા હોય તે સમયે અચાનક જ કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ સમય સૂચકતા વાપરીને કારમાં સવાર દંપતી કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. તાત્કાલિક ધોરણે કપડવંજ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, સદ્નસીબે કારમાં સવાર દંપતીનો બચાવ થયો હતો અને આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. કારમાં આગ લાગતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદ – BJ મેડિકલમાં બનેલી રેગિંગની ઘટના મામલે રેગિંગ કમિટી કરશે તપાસ

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નવા તવરા ગામના મતદારોમાં રોષ: 2 કિમી દૂર મતદાન મથક આપતા મુશ્કેલીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!