Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ માણેક ચોકમાં તાડપત્રી લગાવતા યુવકને લાગ્યો વીજ કરંટ.

Share

નડિયાદ માણેક ચોકમા તાડપત્રી લગાવવાની કામગીરી કરતા યુવક વિજ કરંટ લાગ્યો હતો. નડિયાદ સંતરામ રોડ પર આવેલ ખાણીપીણીના માણેક ચોકમા વધુ તાપ અને ગરમીથી રાહત મેળવવા બિહારી સમોસા, જનતા પાંઉભાજી પુલાવ અને લક્ષ્મી ઢોસાની લારીઓવાળાએ તાડપત્રી લગાવવા એક યુવકને કામ આપ્યુ હતુ. તાડપત્રી લગાવવાની કામગીરી દરમિયાન યુવકનો હાથ ૧૧ કેવી લાઈનને અડી જતા યુવક વિજ વાયરે ચોટી ગયો હતો જેથી તેને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવક નડિયાદ મલારપુરા કોઠારીની ચાલી સામે રહેતા હોવાનુ જાણવા મળ્યુ હતુ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની બે કંપનીઓનાં સહયોગથી ટ્રાફિક પોલીસને 10 કવોરંટીન સેલ ઇનર વીલ કલબ દ્વારા આપવામાં આવ્યા.

ProudOfGujarat

અખાત્રીજ જેવા મંગલ દિવસને કોરોનાનું ગ્રહણ !

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં મૂળ વતનીને સાઉથ આફ્રિકાનાં વેન્ડા ખાતે લૂંટી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!