Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડાના પાંચ ગામોમાં દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સાધન સહાયનું લોકાર્પણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ગોંડલીયા, રાણીકુંડ, ખનોરા, ઉમરદા, ચારણી સહિત પાંચ ગામોમાં સાર્વજનિક ઉપયોગ માટે ખુરશી અને વાસણોનું લોકાર્પણ કરાયું હતું. દિવાળીબેન ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ અને 10 રાજ્યમા ગ્રામ ઉત્થાન માટે કામગીરી કરી છે જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા બિલવાણ ખાતે તાલુકાના પાંચ ગામોમાં ગ્રામજનોના ઉપયોગ માટે ખુરશી, અને વાસણોનુ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે બીપી ઉમરપાડા તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, બિલવાણ તાલુકા પંચાયતના સભ્ય દીક્ષિતાબેન વસાવા, ગોંડલીયા ગામના સરપંચ ગુલાબભાઇ, ઉમરદા ગામના સરપંચ જીતુભાઇ, દેવરૂપણ ગામના સરપંચ શંકરભાઇ, હલદરી ગામના સરપંચ શીતલભાઈ, તથા બિલવાણ આશ્રમ શાળાના આચાર્ય અજિતભાઈ તેમજ લાભાર્થી ગામના આગેવાનો અને દિવાળીબેન ટ્રસ્ટના અધિકારી અમરભાઈ પાડવીની ઉપસ્થિતીમાં આ સાધન સહાયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી શાળા નંબર 6 નાં બાંધકામમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવ્યા.

ProudOfGujarat

કપિરાજના આતંકનો અંત – આછોદમાં ગામ લોકોને બચકા ભરનાર કપિરાજ પાંજરે પુરાતા લોકોને હાશકારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!