Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના માતર જીઆઇડીસીમાંથી બાયોડીઝલના જથ્થા સાથે ચાર ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

નડિયાદના માતર જીઆઇડીસીમાંથી શંકાસ્પદ ઇંધણ ભરીને જતી હોય તેવી ટેન્કરની તલાશી લઈ 24 હજાર જેટલા શંકાશીલ પ્રવાહી સાથે રૂપિયા બે કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્ક્વોડ વગેરે ટીમના અધિકારીઓ હાઈવે પર અસરકારક પેટ્રોલિંગ તથા ચેકિંગ કરતી હોય તે દરમિયાન એલસીબીના વિનોદકુમારને બાતમી મળેલ કે માતર જીઆઇડીસી માંથી એક ટેન્કરમાં બાયોડિઝલનો ગેરકાયદેસર શંકાસ્પદ ઇંધણ ભરીને નેશનલ હાઇવે નંબર 48 થી રાજકોટ તરફ એક ટ્રક જનાર છે આ બાતમીના આધારે એલસીબીની ટીમને સાથે રાખી માતર તરફથી ખોડીયાર ચોકડી નેશનલ હાઇવે નંબર 48 તરફ આવતી એક ટેન્કરની પોલીસ વોચ તપાસમાં હતી ટેન્કરની તલાસી લેતા ટેન્કરમાં રાખેલા શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીની પૂછપરછ કરતા માતર જીઆઇડીસી ખાતેથી ભરી લાવ્યાનું જાણવા મળ્યું હતું જેમાં ચોવીસ હજાર લીટર બાયોડીઝલ હોય જીઆઇડીસી પ્લોટ નંબર 31 એમ.આર લુબઇન્ડસ્ટ્રીઝ ખાતેથી આ જથ્થો મેળવવાનું ટેન્કર ચાલકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ફેકટરી સીલ કરી ૧) અબ્બાસભાઇ ઉર્ફે મુન્નો નુરમોહમંદભાઇ ઠેબા (સંધી મુસલમાન) ઉ.વ.૩૭ રહે. મીતાણા, જુના ગામ સંધીવાસ, તા:ટંકારા જી:મોરબી ૨) ફઝલ ફિરોજભાઇ મોદન ઉ.વ.૨૪ રહે.અમદાવાદ, શાહઆલમ, બી-૫ મેમણ સોસા. દાણીલીમડા અમદાવાદ ૩) તોસીબખાન મજીદખાન પઠાણ ઉવ.૨૯ રહે,માતર, ઇન્દીરાનગરી ખાંભાત રોડ માતર જી.ખેડા ૪) સહેજાદઆલમ અબ્દુલવાહીદ અન્સારી ઉ.વ.૩૩ રહે.ખેડા.આશીયાના સોસા.તા.જી.ખેડાનેવ ઝડપી પાડયા છે. જયારે વોન્ટેડ આરોપીઓમાં 1) ઝુનેદભાઇ સીરાજભાઇ મોદન રહે,અમદાવાદ,શાહ આલમ,બી-૫ મેમણ સોસા. દાણીલીમડા અમદાવાદ 2) ફિરોજભાઇ રહે,રાજકોટ,બજરંગવાડીનો સમાવેશ થાય છે. તેઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં બાયોડીઝલ બનાવવાનું કેમિકલ કિંમત રૂ.14,34,000 સહિત બાયો ડીઝલની હેરાફેરીમાં વપરાયેલ ટેન્કર, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ રૂપિયા 55000, રોકડ રકમ રૂપિયા 8 લાખ, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિતના કુલ રૂપિયા 2,62,34,500-/ ના મુદ્દામાલ સાથે નડિયાદની એલસીબી પોલીસે એફએસએલ અધિકારી તથા મામલતદારને સાથે રાખી તમામ શંકાશીલ પ્રવાહીના જથ્થાને સીલ કરી છ આરોપીઓને ઝડપી લઇ તમામ મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કેસમાં આગળ વધુ તપાસ નડિયાદ એલસીબી પોલીસ ચલાવી રહી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ૬૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના સેગવા સ્થિત કાજી મહેમુદ દરિયાઈ દુલ્હાના ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લીંબડી મોટા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!