Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

નડિયાદના કઠલાલ પોલીસની હદ વિસ્તારમાં આવતા ભોઇની મુવાડી ખાતેથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે આરોપીને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા નડિયાદની એસ.ઓ.જી. ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે એન.ડી.પી.એસ ના કેસો શોધી કાઢવા માટે પી.આઇ વી કે ખાંટ તથા જે.એમ.પટેલની સૂચના અનુસાર કઠલાલ તાલુકાની હદ વિસ્તારમાં હતા તે સમયે બાતમી મળેલ કે મુવાડી ખાતે એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં નશીલા પદાર્થો ગાંજો રાખેલ હોય આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બાતમીની જગ્યાએ તલાશી લેતા રણછોડ જેણાજી સોલંકી પોતાના રહેણાંક મકાનમાં ભોઈની મુવાડી છીપીયાલ તાલુકો કઠલાલ ખેડા ખાતેથી પોલીસે 4.710 કિગ્રા ગાંજો રૂ. 47,100 નો તેમજ વજન કાંટો, મોબાઇલ સહિતનો કુલ રૂ. 47,800 નો મુદ્દામાલ SOG પોલીસે જપ્ત કરી આરોપી સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા-માંજલપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ બસ પર કર્યો પથ્થર માર્યો-બે એસ.ટી ના કાચ ફોડ્યા

ProudOfGujarat

ઓનલાઈન ટ્રેડિંગમાં સારું કમિશનની લાલચમાં અંક્લેશ્વરના યુવાને ૪૯.૭૪ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

વાગરા તાલુકાના આંકોટ ગામે પ્રાથમિક શાળાની દિવાલ બનાવવાનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!