નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની ગુરૂવારે યોજાયેલી સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. આ સભા બપોરે ૧ કલાકે જિ.પંના સભાખંડમાં પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. તેમજ ગળતેશ્વર તાલુકાના વસો ગ્રામપંચાયતનું વિભાજન કરીને ભીમકુઇને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો તથા વાડદ ગ્રા.પં નું વિભાજન કરીને તરઘૈયાને અલગ ગ્રામપંચાયતના દરજ્જા અંગે સરકારમાં ભલામણ માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો તથા જિલ્લા કક્ષાની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ રચના કરવામાં આવી હતી. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નાયબ ડીડીઓ, જિ.પં. સભ્યો, શાખાધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement