Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશ જવાની ધેલછા ધરાવતી યુવતીઓ માટે નડિયાદનો લાલબત્તી સમાન કિસ્સો…જાણો વધુ.

Share

ખેડા-આણંદ જીલ્લાના ચરોતરવાસીઓ પૈકી કેટલાક વિદેશમાં જઈ નાણા કમાવવાની ઘેલછા રાખનારાઓ વિદેશની પારકી ધરતી પર કેવી રંજાડનો ભોગ બને છે તેવી ઘટનાને વાચા આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ભોગ બનેલી પીડીતા નિડયાદ તાલુકાના ભૂમેલ ગામની જેના લગ્ન નજીકના ભાલેજ ગામે થયા હતા. પીડીતા યુવતી એક એજન્ટ મારફતે ઓમાન પહોંચી હતી, જયાં તેની સાથે થયેલી કનડગત અને હેરાનગતિની વિગતો ખેડાના જાગૃત સાંસદ અને હાલ ભારત સરકારમાં સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણ સુધી પહોંચતા સમગ્ર મામલે ભારતના વિદેશ વિભાગથી ઓમાનના ભારતીય દૂતાવાસ સુધી સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે ગંભીરતાપૂર્વક તપાસ કરાવતા આખરે આ યુવતી પોતાના માદરે વતન ભૂમેલ પહોંચી છે. જેના પગલે પિતા અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમની વિગત એમ છે કે વિદેશની ધરતી ઓમાન મોકલી આપવાનું કામ કરતા બેંગ્લોરના એજન્ટના સંપર્કમાં આવેલી ભૂમેલની યુવતી હાલ વતનમાં પરત આવી ગઈ હોવા છતાં તેની સાથે થયેલા ઘટનાક્રમની વિગતોથી ભયભીત થયેલા યુવતીના પરિવારજનો નામ નહી જણાવવાની શરતે હૈયાવરાળ ઠાલવી રહયા છે. જેમાં જાણવા મળ્યું હતું કે એક માત્ર આ યુવતી જ નહી પરંતુ ઓમાનમાં તેની સાથે ૨૦ જેટલી યુવતીઓ એજન્ટ મારફતે ઓમાન પહોંચી હતી. જયાં તેમની સાથે ભૂમેલની આ યુવતી કફોડી હાલતમાં મુકાઈ હતી.

Advertisement

જાણવા મળતી વિગત મજબ ઘરની સામાન્ય આર્થિક પરિસ્થિતીને સધ્ધર કરવાની ઈચ્છાથી વિદેશમાં જઈ નોકરી મેળવવાનું મન આ યુવતીએ બનાવ્યુ હતું. યુવતીએ તેની બહેનના સંપર્કમાં આવેલા અને બેંગ્લોરમાં રહેતા મહંમદ હનીફ સાથે મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. યુવતીની બહેને એજન્ટને ઓમાનમાં તેની બહેનને નોકરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા કહયુ હતું અને નોકરીમાં કમાણી થયા બાદ રૂપિયા આપવા એવી એજન્ટની વાતોમાં આવી ગયેલા આ પરિવારની યુવતી ગત ૧લી જુલાઈ ૨૦૨૧ ના રોજ ઓમાન પહોંચી હતી. એક સ્થાનિક રહેવાસીને ત્યાં તેની નોકરીની વ્યવસ્થા થઈ હતી. પરંતુ નોકરીના સ્થળે લોકોની નિયત ખરાબ હોઈ અને વધુ પડતુ કામ કરાવી શોષણ થતુ હોઈ યુવતી એ બે જ દિવસમાં નોકરી છોડી દીધી હતી. જયાંથી એજન્ટને ત્યાં પાછી આવી હતી.

એજન્ટના સાગરીતો દ્વારા અન્ય ૨૦ જેટલી યુવતીઓ સાથે એક રૂમમાં રાખવામાં આવી હતી. આ રૂમમાં ના તો કોઈ મોબાઈલ હતો, ના તો જરૂરી સવલતો હતી અને એજન્ટના માણસો તે યુવતીઓને જયાં નોકરી જવાનું કહેવામાં આવે ત્યાં ના જાય તો માર મારતા હતા. આ પ્રકારનો અત્યાચાર યુવતી પર પણ ગુજારવામાં આવતો હતો. આ સમગ્ર વિગતો જયારે પરિવારજનોને ખ્યાલમાં આવી ત્યારે યુવતીએ અગાઉ મોકલેલા મોબાઈલ લોકેશન પર પરિવારજનોએ તપાસ કરાવી ત્યારે આ અંગે વધુ વિગતો જાણવા મળી હતી અને યુવતીને ઓમાનથી પરત લાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. યુવતીના પિતાએ ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવસિંહ ચૌહાણને રજુઆત કરતા તેમણે તાકીદે આ બાબતને ગંભીરતાથી લઈ ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી રજુઆત કરી હતી. જેના પગલે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને તેની જાણ કરવામાં આવી હતી. એમ્બેસીની તપાસકર્તા ટીમે મોબાઈલ લોકેશનના આધારે સ્થળ પર પહોંચી યુવતીને ભારત મોકલી આપવા કાર્યવાહી કરી છે. યુવતી પરત આવી જતા પરિવારજનોએ રાહત અનુભવી અને ખેડા સાંસદ અને સરકારનો આભાર માન્યો હતો. રૂપિયા કમાવવાની લાલચમાં લેભાગુ એજન્ટોના ચકકરમાં વિદેશ જવાની ઘેલછા રાખનારાઓ માટે આ કિસ્સો ઉદાહરણરૂપ છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા : સાંકરદા પાસે નાઇટ્રીક એસિડ ભરેલું ટેન્કર પલટ્યું, ગેસ ગળતર થતાં લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી

ProudOfGujarat

संजू” के लिए रणबीर कपूर को अपने वजन पर करनी पड़ी खासा मेहनत!

ProudOfGujarat

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!