Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ ગુનાના આરોપીને પકડી પાડતી નડિયાદ ટાઉન પોલીસ.

Share

સર્વેલન્સ પો.સબ.ઇન્સ વી.એ.શાહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તેઓના સંયુકત બાતમી મળેલ કે આમોદ પોલીસ સ્ટેશનના પશુઓ પ્રત્યે કુરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ તથા આમોદ પો.સ્ટે. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ મુજબના અનડીટેકટ ગુનામાં વણપકડાયેલ આરોપી સંત અન્ના ચોકડીથી એસ.ટી.નગર તરફ જનાર છે. જેણે શરીરે અડધી બાયનું ક્રીમ કલરનું શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમી આધારે સદર ઇસમને નડીયાદ કપડવંજ રોડ ઉપર સી.એમ.સ્મીથ કંપની આગળથી પકડી યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા સદર ઈસમ તથા તેની સાથે બીજા બે મિત્રો મળી કે આજથી ત્રણ માસ ઉપર પોતાની સ્વીફ્ટ ગાડી લઇ ભરૂચ જીલ્લાના દહેજ ગામે ગયેલ અને ત્યાંથી એક ગામમાં બકરાઓની ચોરી કરી ગાડીમાં ભરી આમોદ તરફ જતી વખતે એક મોટર સાયકલ વાળાને ટક્કર મારી થોડે આગળ ગાડી મુકી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબુલાત કરતો હોય જેથી ભરૂચ જીલ્લાના આમોદ પોલીસ સ્ટશેનના ઉપરોકત બંને ગુનાઓ તેમજ દહેજ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય સદરહું ઇસમને અટક કરી આગળની વધુ તપાસ આમોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરતના અઠવાલાઈન્સમાં 100 વર્ષ જૂના મામાદેવના મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ : ભકતોમાં રોષ.

ProudOfGujarat

દયાદરા ગામના રહીશોએ ગેરકાયદેસર થતા માટી ખોદકામ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સુરતની કામરેજ તાલુકાની ખોલવડ પ્રાથમિક શાળાની 125 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!