Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

Share

નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં એક સોસાયટીના મકાનની જર્જરિત ગેલેરી સાથે સ્લેબ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નહોતી ગેલેરીનો કાટમાળ પડતાં કારને નુકસાન થયું હતું.

નડિયાદમા કોલેજ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી રામકુંજ સોસાયટીમાં રવિવારની મોડીરાત્રે બે માળના મકાનની ગેલેરીનો અમૂક ભાગ એકાએક ધરાશાયી થઈ ગઈ હતો. આ ગેલેરીનો કાટમાળ નીચે પડતાં નીચે પાર્ક કરેલ એક કારને નુકસાન પહોંચ્યું હતું. કારના કાચ તથા ડ્રાઇવર સાઈડના દરવાજાને નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. રાત્રિનો સમય હોવાથી નીચે કોઈ વ્યક્તિ કે સોસાયટીના રહીશો હાજર નહોતા જેથી મોટી હોનારત ટળી હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : દહેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીક થતાં ધડાકાભેર લાગી ભીષણ આગ… જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરની યુનિયન બેંકના લૂંટારુને પડકારનાર પોલીસ જવાનનું કરાયું સન્માન.

ProudOfGujarat

दीपिका के अभिनय से खुश हो कर संजय लीला भंसाली ने उन्हें दिया 500 रुपये का नोट!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!