Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં કણજરી ગામે ફેક્ટરીમાં ચોરી કરી તસ્કરો ફરાર.

Share

નડિયાદના કણજરી ગામે આવેલ ફેક્ટરીની ઓરડીના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ અહીંયાથી લોખંડના સળિયા તથા ફર્માની રીંગોની ચોરી આશરે કિંમત રૂપિયા ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

નડિયાદમાં આઈજી માર્ગ પર રહેતા યોગેશભાઈ અરવિંદભાઈ પટેલની પાર્થ સ્પન પાઈપ નામની ફેક્ટરી કણજરી ગામે આવેલ છે. અહીંયા આરસીસી પાઇપ તથા સિમેન્ટ આર્ટીકલ્સ બનાવવાની ફેક્ટરી છે. ગત ૬ સપ્ટેમ્બરના રોજ તેઓ ફેક્ટરી બંધ કરી સાંજે ઘરે આવ્યા હતા. આ બાદ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ આ ફેક્ટરીને નિશાન બનાવી અંદર ચોરી કરી છે. ફેક્ટરીમાં આવેલ ઓરડીના દરવાજાનો નકુચો તોડી ઓરડી અંદર મુકેલ વાયર બંડલ તથા એક મીટરના લોખંડના સળિયા તથા ફર્માની રીંગો મળી આશરે લોખંડની સામગ્રી ૧૫૦૦ થી ૧૭૦૦ કીલો વજનની કિંમત રૂપિયા ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

Advertisement

બીજા દિવસે સવારે અહીંયા કામ કરતા કર્મીને ચોરીની જાણ થતા તેઓએ ફેક્ટરીના માલિકને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ફેક્ટરીના માલિક યોગેશભાઈ પટેલ તુરંત બનાવ સ્થળે દોડી આવી સમગ્ર ઘટના સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નરેશ ગણવાની : નડિયાદ


Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર માં ચાલતા સ્પા મસાજ સેન્ટરો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ-સ્પા સંચકલોમાં ઘભરાટ…..

ProudOfGujarat

મહેમદાવાદ પોલીસે ત્રણ રીઢા ગુનેગારની ધરપકડ કરી ૧૭ ગુનાનો ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

પાટણ જીલ્લામાં મતદાન સમયે ઓળખના પુરાવા બાબતે જિલ્લા ચૂંટણી તંત્રની સ્પષ્ટતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!