Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ડાકોર કપડવંજ રોડ પર બસ પલ્ટી ખાઇ જતાં ૪ લોકોને ઇજા.

Share

ઝઘડીયાથી અંબાજી જતી એસટી બસ એ ડાકોર – કપડવંજ રોડ પર દાજીપુરા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એકાએક રોડ ઉપર ભેંસ આડી ઉતરતાં એસટી બસના ચાલકે આ પશુને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડની કાંસમા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર ૪૫ મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ થઈ નહોતી. પરંતુ આમાથી ૪ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બસની પાછળ અન્ય અંબાજી જતી બસ આવતાં ઉપરોક્ત બસના તમામ મુસાફરોને આ બસમાં બેસાડી રવાના કર્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ધોલી ડેમ ઓવરફ્લો થતાં માધુમતિ ખાડીના કિનારાના ગામોને સાવચેત કરાયા.

ProudOfGujarat

રામસાગર તળાવ પાસે જાહેર મુતરડી પાલિકા તંત્રે તોડી પાડી

ProudOfGujarat

ઝઘડીયાનાં ફુલવાડી ગામની સીમમાંથી ૮ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!