Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ એકેડેમીની અન્ય ૩ મહીલા ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

Share

૩૬ મી નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં નડિયાદ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નડીયાદ એકેડેમી, નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં નડીયાદ કુસ્તી એકેડેમીની ખેલાડી કુમારી હિના ખલીફાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. સંસ્કારધામ અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ આર્ચરી રમતમાં નડીયાદ એકેડેમીની ખેલાડી કુમારી અમિતા રાઠવાએ ઇન્ડીવિઝ્યુલ આર્ચરી રમતમાં સિલ્વર તથા ઇન્ડિયન રાઉન્ડ વુમન્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. ઉપરાંત રીકર્વ રાઉન્ડ વુમન્સ ટીમ આર્ચરી રમતમાં કુમારી પ્રેમિલા બારિયા, સુસ્મિતા પટેલ તથા નડીયાદ એકેડેમી ખાતે તાલીમ મેળવી રહેલ સીમા વર્માએ બ્રોન્ઝ મેડલ મેળવતા સમગ્ર નડીયાદવાસીઓમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : જૂના દીવા રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી ચોરો ફરાર.

ProudOfGujarat

રાજપારડી કન્યાશાળામાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ. યુનીવર્સીટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ દ્વારા બાળ મજૂરી વિરોધ સપ્તાહની સમાપ્તિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!