Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડતાલધામમાં હનુમાનજીનું વિશેષ પૂજન આરતી અને અન્નકૂટ યોજાયા.

Share

વડતાલધામમાં આજે નરક ચૌદશ સાથે દીપાવલી દિપોત્સવ પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ચૌદશના દિને પરંપરાગત રીતે સવારે વડતાલ મંદિરના પ્રવેશદ્વારે આવેલા પ્રસાદીના હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના થઇ હતી. પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજાવિધિ થઇ હતી. કોઠારી ડૉ.સંત સ્વામી, ધર્મજીવન સ્વામી, શ્રી વલ્લભ સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાનું પૂજન કર્યું હતું અને અન્નકૂટ આરતી ઉતારી હતી.

પૂજાવિધિ પુરોહિત ધીરેન ભટ્ટે સંપન્ન કરાવી હતી. હનુમાનજી મંદીરના પૂજારી રાહુલ ભગતે પૂજ્ય મહારાજનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. અન્નકૂટ વ્યવસ્થા પાર્ષદ ઘનશ્યામ ભગત તથા કે.પી.સ્વામીએ સંભાળી હતી, જ્યારે ઉત્સવ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

મનમૈત્રી સેવા ફાઉન્ડેશન,રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આર.સી.સી ભરૂચના સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ અભિયાન “આયુષ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ધર્મના નામે ધંધો : લખનઉથી બે મૌલાનાની ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કરતું હતું ફંડિંગ.

ProudOfGujarat

અનુપમ મિશન મોગરી દ્વારા નર્મદા જિલ્લામાં બે દિવસનો મેડિકલ કેમ્પ યોજાયો,2000 થી વધુ દર્દીઓએ લાભ લિધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!