Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલના ભાનેર પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

Share

કઠલાલના ભાનેર અમન હોટલ નજીક ટ્રેલર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રેલરના ચાલકે સામેથી આવતી ટ્રકને ટ્રેલરે ટક્કર મારતાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ટ્રકના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

રાજસ્થાન ઉદેપુરમાં રહેતા જૈન શંકર મેનારિયાની ટ્રક પર ડ્રાઇવર રમેશચંન્દ્ર લાલુ રામ મીણા ઉં.વ ૩૫ અને કંડકટર નિરંજન કલાસુવા નોકરી કરે છે. તા.૯ નવેમ્બરના રોજ ડ્રાઇવર રમેશચન્દ્ર અને કંડકટર નિરંજન રાજસ્થાનથી સાબુ બનાવવાનો પાવડર ભરી દાવનગીરી કર્ણાટક જવા માટે નીકળ્યા હતા. તા.૧૦ નવેમ્બર રાતના સામેથી આવતા ટ્રેલરના ચાલકે ભાનેર પાસે અમન હોટલ નજીક ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર અને કંડક્ટરને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી રમેશચંદ્ર મીણાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કઠલાલ પોલીસ ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાત સરકારે નર્મદા કેનાલ આધારિત ખેડૂતોને સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

અભિનેત્રી સિદ્ધિકા શર્માએ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી.

ProudOfGujarat

ભરૂચમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની ગાડીઓ નહિ આવતા જાગૃત નાગરિક દ્વારા પાલિકા ખાતે સીટી વગાડી કરાયો અનોખો વિરોધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!