Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : આખડોલ ગામની સીમમાં આવેલ નહેરમાં બાળકીને ત્યાજી દેનાર માતાની અટકાયત.

Share

નડિયાદ તાલુકાના આખડોલ ગામની સીમમાં આવેલ ખાલી કેનાલમા ગત તા. ૨૭ મી નવેમ્બરને રોજ એક બિનવારસી બાળકી મળી આવી હતી. આ બનાવ અંગે નડિયાદ પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી.

નડિયાદ રૂરલ પોલીસે હાથ ધરેલ તપાસમાં બાળકીની માતાનો પત્તો લાગ્યો છે. પ્રેમી ભુર્ગભમા ઉતરી ગયો જેમાં બાળકીની માતા મંજુલાબેન તે પુનમભાઇ જેણાભાઇ પરમાર નામની વિધવા રહે વડતાલ તાબે દલાપરા જ્ઞાનબાગની પાછળ અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરતા તેણીને તેનાજ ગામના પંકજ ઉર્ફે લાલો જયંતીભાઇ પરમાર નાઓ સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ગર્ભ રહેતા ગત ૨૩ મી નવેમ્બરના રોજ વડોદરા ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપેલ અને તેના પ્રેમી દ્વારા જન્મેલ બાળકીની ઓળખ છુપાવવા માટે આખડોલ મોટી નહેરમાં ત્યજી દેવામાં આવી હોવાની કબૂલાત કરી છે. હાલ મંજુલા બેનની અટકાયત કરવામાં આવી છે જ્યારે તેના પ્રેમી પોલીસ પક્કડથી દૂર છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ યમુના ટાઉનશીપ સામે ની રોમન ટેલિકોમ મોબાઈલ દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના સામાનની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

ભરૂચ : ખાતમુહર્તમાં દારૂથી અભિષેક કરવાનાં મુદ્દે શું છે હકીકત ? : ડેડીયાપાડાનાં ધારાસભ્યએ કર્યો ખુલાસો.

ProudOfGujarat

રાજપીપલા : ડબલ મર્ડર કેસ : જુના અખાડાના જર્જરીત મકાનના ધાબા ઉપરથી લાશ મળી આવ્યા બાદ પોલીસે શકમંદ આરોપીને પકડતા ગુનાની કબૂલાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!