Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહેમદાવાદના સિહુજ રોડ પર પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી

Share

મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં સ્વસ્તિક પ્લાયવુડ ફેકટરીમાં ગુરુવારની વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીના માલિકે તુરંત નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી આથી નડિયાદના બે વોટર બ્રાઉઝર અને મહેમદાવાદનુ એક
વોટરબ્રાઉઝર અહીયા પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સ્થિતિ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ અને વિદ્યાનગર તથા અમદાવાદના ૧-૧ વોટરબ્રાઉઝર મંગાવવામાં આવ્યા હતા. આમ કુલ ૬ વોટરબ્રાઉઝરની મદદથી લાખો લીટર પાણીનો છંટકાવ કરી આગને સંપૂર્ણ કાબુ કરવામાં આવી. આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ થઇ ગયો હતો. જેને જે.સી.બી મશીનથી બળેલા સામાનને બહાર કાઢવામાં આવ્યો હતો. આ પ્લાયવુડની ફેકટરીમાં આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયુ નથી.

નરેશ ગનવાણી

Advertisement

Share

Related posts

ભરૂચ : ધાર્મિકતા સાથે નોકરીની નિષ્ઠા, રોઝા રાખી ફરજ પર જ નમાજ અદા કરતા ભરૂચનાં મુસ્લિમ પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

સુરતના માનસિક અસ્થિર બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

સુરતમાં વધુ એક મુમુક્ષુ દ્વારા આવતીકાલે દિક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ દિક્ષા સંદર્ભે આજે એક વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!