Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

Share

ખેડા જિલ્લામાં આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસની કારોબારીની બેઠક જિલ્લા કોંગ્રેસ સમિતી ખાતે યોજાઇ હતી. તા.૨૬ મીથી કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા નિકળશે. જે સરદાર પટેલના જન્મ સ્થળથી શરૂ કરી કરમસદ તેઓના કર્મભૂમી સુધી જશે. આ બેઠકમાં આગામી દિવસોમાં શું રણનિતી રહેશે. તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. લોકોની પાસે જઇને લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટેનો નિર્ણ લેવાયો હતો.

વધુ માહિતી આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધપક્ષ નાં નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ગુજરાત વિધાનસભાના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા નથી. જેની માટે સરકારનો મની પાવર, મસલ્સ પાવર સહિત અન્ય કારણો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનાર ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત સહિત પાંચ નગરપાલિકાઓ જેમાં મહેમદાવાદ, મહુધા, ખેડા, ડાકોર અને ચકલાસી નગરપાલિકામાં પક્ષ દ્વારા કેવી તૈયારી કરવાની છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નડિયાદ ખાતે કૉંગ્રેસ કારોબારી ની બેઠક મળી હતી. આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું રણનીતિ રહેશે તે અંગેની ચર્ચા કરવામાં આવી. કૉંગ્રેસ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થશે. મધ્ય ગુજરાતમાં આ યાત્રા સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદ ખાતેથી શરૂ થશે અને કરમસદ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા સમગ્ર ગુજરાતમાં આવનાર લોકસભા ચૂંટણી સુધી ચાલશે. હાલમાં જે પરિણામો વિધાનસભાના
આવ્યા છે. તે પરિણામો કોંગ્રેસ પક્ષની અપેક્ષા મુજબ આવ્યા નથી. પરંતુ પ્રજામાં આ પરિણામોને લઇને જે બમ્પર જીત છે. તે મુજબ કોઇ જ ઉત્સાહ જોવા મળતો નથી. તેમ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ. તેમજ પ્રજા આજે પણ મોંઘવારી અને બેરોજગારીના ખપ્પરમાં ખુપી રહી છે તેઓના પ્રશ્નોને વાચા આપવા માટે આપણે મેદાનમાં અને ગ્રાઉન્ડ લેવલે ઉતરવુ પડશે. જેથી કાર્યકરોની સાથે સાથે નેતાઓએ પણ જમીની સ્તરે કામ કરવું પડશે. તેમ પણ તેઓએ જણાવ્યુ હતુ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં ઓવરલોડ,રોયલ્ટી ચોરી,અને ખનિજ વહન કરતી ટ્રકોને નાયબ કલેકટરની ટુકડીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ઝધડીયાનાં નવી તરસાલી ગામની ગટરનું ગંદુ પાણી વારંવાર પાળ તૂટી જવાથી ખેડૂતોનાં ખેતરમાં જતાં નુકસાની વેઠવાનો વારો.

ProudOfGujarat

લીંબડીમાં વિદ્યાર્થીઓ અને વાલીનુ સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!